Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

મેંદરડામાં ફરી આખલા ઉપર એસીડ છંટાયુ

અઠવાડીયામાં બીજો બનાવઃ જીવદયાપ્રેમીઓમાં આક્રોશ

મેંદરડા તા. ૧ :.. અહીયા અઠવાડીયામાં સતત બીજી વખત કોઇ નિદર્યી શખ્સો દ્વારા આખલા ઉપર એસીડ છાંટવાની ઘટના બનતા જીવદયાપ્રેમીઓમાં આક્રોશ સર્જાયો છે.આ અંગે લોકમુખે ચર્ચાતી વિગતોનુસાર સાતવડલા વિસ્તારમાં ગત તા. ર૧ મીએ એક આખલા એસીડ છાંટવામાં આવ્યું હતું. આ અંગે જીવ સેવા સત્સંગ મંડળ દ્વારા પોલીસને જાણ કરાતા પીએસઆઇ શ્રી ગઢવી દ્વારા નિદર્યી શખ્સોને પકડી પાડી પાદર ચોકમાં માફી મંગાવી હતી.

એવી જ રીતે અઠવાડીયામાં સતત બીજો બનાવ બનતા જીવ સત્સંગ મંડળ, જીવદયા મંડળ, જીવદયા પ્રેમીઓ દ્વારા આક્રોશની લાગણી સાથે દુઃખની લાગણી વ્યકત થઇ રહી છે. આખલા ઉપર એસીડ નાખતા સખ્ત રીતે મોઢાના ભાગ ઉપર દાઝી ગયો હતો. જાણ થતા જ જીવ સત્સંગ મંડળ દ્વારા તાત્કાલીક સારવાર અપાઇ હતી.

(11:59 am IST)