Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

ધ્રાંગધ્રા સજ્જડ બંધઃ વેપારીઓ ઉપર હૂમલાથી ભભુકતો રોષ

વારંવાર ભર બજારે લૂંટ અને મારમારવાની ઘટનાથી ચિંતાઃ આવેદન

ધ્રાંગધ્રાઃ તસ્વીરમાં વેપારીઓએ દુકાનો બંધ રાખીને આક્રોશ વ્યકત કર્યો હતો તે નજરે પડે છે. (તસ્વીર : નરેન્દ્રસિંહ ઝાલા -ધ્રાંગધા) (પ-૧૦)

 

ધ્રાંગધ્રા-વઢવાણ તા. ૧ :.. ધ્રાંગધ્રા શહેરમાં અસામાજીક તત્વોનો ત્રાસ ખૂબજ વધી રહ્યો છે જેમાં વેપારીઓ આવા તત્વોથી ત્રાહીમામ પોકારી ઉઠયા છે. અને આજે સોમવારે  બંધનું એલાન આપેલ છે. અસામાજીક તત્વો દિન દહાડે ખુલ્લેઆમ વેપારીઓને પજવતા નજરે પડે  છે. જયારે હવે તો આવા તત્વોનો ત્રાસ હદ વટાવી ચૂકયો છે કે ભરી બજારમાં દુકાન લઇને બેઠેલા વેપારીની દુકાનમાં જઇને હુમલાના બનાવો બનવા લાગ્યા છે ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ પોલીસ અધિકારીઓ અસામાજીક તત્વો સામે કડક પગલા ભરે તેવી વેપારીઓની માંગ ઉઠવા પામી છે. ત્યારે હાલમાં જ ધ્રાંગધ્રામાં દિન દહાડે વેપારીની દુકાનમાં તોડફોડના બનાવથી સમગ્ર શહેરના વેપારીઓ ભયના માહોલાથી હજુ બહાર નથી આવ્યા ત્યાં તો ફરી એક કાપડના વેપારીની દુકાનમાં લૂંટના ઇરાદે છરી લઇ ધસી આવેલ અસામાજીક તત્વોએ હૂમલો કરતા ધ્રાંગધ્રા શહેરની ભર બજારે સોંપો પડી ગયો હતો.

આજે વેપારીઓએ સજ્જડ બંધ પાળીને રોષ વ્યકત કરીને આવેદન પત્ર પાઠવ્યું હતું.

ધ્રાંગધ્રા શહેરમાં વેપારીની દુકાને જઇ લુખ્ખા તત્વો દ્વારા વેપારીને છરી મારી લૂંટ ચલાવતા  વેપારીઓમાં પ્રત્યાઘાત પડયા છે. નવા વર્ષની શરૂઆતમાં ધ્રાંગધ્રા બંધનું એલાન વેપારીઓ દ્વારા આપવામાં આવ્યું છે. જેમાં વેપારીઓ રેલી યોજી ડેપ્યુટી કલેકટર કચેરીએ જઇ આવેદન  પત્ર આપી ન્યાયની માગણી કરશે. ધ્રાંગધ્રા શહેરમાં વેપારી સંગઠન દ્વારા શહેરમાં બોર્ડ મુકી તમામ નાના લારી - ગલ્લા અને દુકાનદારોએ લુખ્ખા તત્વો સામે રોષ પ્રગટ કરવા માટે બંધમાં જોડાઇને રાજકમલ ચોકથી રેલીમાં આવેદન પત્ર આપવા માટે આવવા જાણવામાં આવ્યું છે. આમ ધ્રાંગધ્રા  શહેરમાં નવા વર્ષની શરૂઆત  બંધ પાળીને કરી છે.

શાકમાર્કેટ પાસે આવેલ SBI બેંકની બાજુમા આવેલ ચામુંડા ગારમેંટની દુકાનમા સુરેશ ભાઈ નાગજીભાઈ મકવાણા પોતાની કપડાની દુકાનમા બેઠા હતા તેયારે એક એકટીવા મોટર સાઈકલમા બે યુવકો જીગર દશરથ પરમાર તેમજ ધરમેનદૃ સીંગલ નામના બંને જણાએ દુકાન માલીક સુરેશભાઈ ને કહેલ કે હુ અતયારે બળાતકાર તેમજ દારુના કેશમાથી છુટીને બહાર આવયો છુ તુ મને રપિયા ૫૨૦૦ આપ જે પૈસાની સરેશભાઈએ ના પાઙતા જીગર પરમારે પોતાના પાસે રહેલી છરી વડે હુમલો કરી ૫૨૦૦ રુપિયાની લુટ કરેલ આ દરમયાન ફરીયાદીના ભાઈ વચે પડતા તેને પણ છરી વાગેલ હતી. આ સમાચાર શહેરની મુખ્ય મજારમાં મળતા વેપારીઓએ દુકાનો બંધ કરી પોલીસને જાણ કરતા પોલીસે ટુંક સમયમાજ આરોપીને પકડી પોલીસ સટેશના લોકઅપમા પુરી આગળની તપાસ શરુ કરેલ છે ધાંગધ્રા શહેરમા છેલા ઘણા સમયથી આવા અસામાજીક લુખાઓ દ્વારા આવા ગંભીર ગુનાહો બની રહયા હોવાથી ધણા મોટા વેપારીઓ શહેર છોડીને અમદાવાદમાં પોતાના ધંધા રોજગાર શરુ કરી દીધા છે હવે નાના વેપારીઓ પણ ધાંગધાૃ શહેર છોડવાની તેયારીઓ કરી રહયા છે. આગળની તપાસ PSI. કે.આર.કાપડીયા ચલાવી રહયા છે.

(11:58 am IST)