Gujarati News

Gujarati News

પોલીસ કમિશનરની પસંદગી અંગે પડદા પાછળ શું શું બનેલ, ભીતરી કથા: પ્રજા, પોલીસ અને પોલિટિશિયનની ધરી રચી શકે તેવા આઇપીએસામાં પસંદગીનું માપ દંડનું પ્રતિબિંબ પ્રથમથી જે આઈપીએસમા દેખાયેલ તે છેવટ સુધી અનેક અવઢવ બાદ યથાવત : રાજ્‍ય સરકારની નજીકના આઇપીએસ કોર ગ્રુપ દ્વારા પહેલા દિવસથી જ મહેસાણા, સાબરકાંઠામાં યશસ્‍વી ફરજ બજાવનાર રાજુ ભાર્ગવ માટે એકી અવાજે સૂચન થયેલ : રાજકોટના કમિશન કાંડ સહિતના એક ડઝન પ્રકરણો લોકો ભૂલી જાય ત્‍યારબાદ જ નવા સીપીના નામની જાહેરાત કરવાના મૂડમાં ગાંધીનગર હોવાથી વીલંબનો અર્થ જુદો નીકળતા વિવિધ નામો અંગે ચર્ચા શરૂ થયેલ : મુખ્‍ય મંત્રી કાર્યાલય દ્વારા બે માસથી વધુ સમય પહેલા રાજુ ભાર્ગવને તેવો રાજકોટ સીપી બની રહ્યા છે તેવા સંકેત આપી દેવાયા, નજીકના આઇપીએસ મિત્રોને પણ ખુશ ખબરી ત્‍યારેજ મળી ગયેલ access_time 3:05 pm IST

રાજકોટ લોહાણા મહાજન આયોજીત શ્રી રામકથામાં સીતા-રામના વિવાહ સંપન્‍નઃ ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીની હાજરી: રામભકતો રૂપે જનસૈલાબ ઉમટયો : - રાજયમંત્રી અરવિંદભાઇ રૈયાણી, સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્‍ય ગોવિંદભાઇ પટેલ, મેયર પ્રદિપભાઇ ડવ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, પ્રદેશ અગ્રણી ધનસુખભાઇ ભંડેરી, કોર્પોરેટરો મનિષભાઇ રાડીયા,દક્ષાબેન વસાણી, નયનાબેન પાંધી અગ્રણીઓ દિનેશભાઇ કારીયા, અનિલભાઇ પારેખ, પ્રસિધ્‍ધ કલાકાર સાંઇરામ દવે વિગેરેની ઉપસ્‍થિતિ : રાત્રે સાંસ્‍કૃતિક કાર્યક્રમમાં જવલંત છાયા, વિરલ રાચ્‍છ અને સાંઇરામ દવેએ જમાવટ કરી દીધી : હજ્‍જારો રામભકતોએ-શ્રોતાઓએ શિસ્‍તબધ્‍ધ રીતે પ્રસાદ લઇને સોનામાં સુગંધ ભેળવી દીધી : શ્રી રામકથાના સતત ચોથા દિવસે પણ ડોમ અને પ્રસાદઘર ‘હાઉસફુલ' : રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતની સમગ્ર ટીમ સતત દોડી રહી છે access_time 4:23 pm IST