Gujarati News

Gujarati News

મહા સરસ્વતી: access_time 4:31 pm IST

અમેરિકાને સૌથી વધુ નુક્‍સાન પહોંચાડનાર ક્‍યુબાની જાસુસ ‘એના મોન્‍ટેસ': ૬ જાન્‍યુઆરી ૨૦૨૩ ના રોજ ૨૦ વર્ષના જેલવાસ બાદ મુક્‍ત થનાર એના મોન્‍ટેસ અમેરિકાની બે દાયકાથી ક્‍યુબા માટે જાસૂસી કરી રહી હતી : એના મોન્‍ટેસ યુ.એસ. ગુપ્તચર સમુદાયની અંદર જ ક્‍યુબન માટે જાસૂસી કરી રહ્યા હતા અને યુએસની લશ્‍કરી માહિતી લીક કરી હતી : એના મોન્‍ટેસે ક્‍યુબામાં શોર્ટવેવ એન્‍ક્રિપ્‍ટેડ ટ્રાન્‍સમિશન દ્વારા પોતાના ગુપ્ત સંદેશાઓ પહોંચાડ્‍યા હતા : ૧૯૮૫માં ‘મોન્‍ટેસ' ડિફેન્‍સ ઇન્‍ટેલિજન્‍સ એજન્‍સી (DIA)માં જોડાયા બાદ તેણીની પ્રથમ સોંપણી વોશિંગ્‍ટનમાં બોલિંગ એરફોર્સ બેઝ પર ગુપ્તચર સંશોધન નિષ્‍ણાત તરીકે થઇ હતી : મોન્‍ટેસને લાગ્‍યું હતું કે યુએસ સરકાર દ્વારા ક્‍યુબાના લોકો સાથે અન્‍યાયી વર્તન કરવામાં આવ્‍યું છે access_time 10:49 am IST

સોખડા ચોકડી પાસે મજા કરી એનો વિડીયો વાયરલ કરી દઇશ'...કારખાનેદારને હનીટ્રેપમાં ફસાવી ૧ાા લાખ માંગ્‍યા: કારખાના પાસેથી નીકળતી મીના સાથે ઓળખાણ બાદ તેને ઉછીના આપેલા ૭ હજાર કારખાનેદાર વાસુએ પાછા માંગતાં મીનાએ રૂપિયા ભુલી જા તારું એક છોકરી સાથે સેટીંગ કરાવી દઇશ તેમ કહી ધારા સાથે મુલાકાત કરાવી બંનેને ફરવા મોકલી કાવત્રું પાર પાડયું : આજીડેમ પોલીસે વાસુદેવ ઉર્ફ વાસુ વાધરોડીયાની ફરિયાદને આધારે ધારા બાબરીયા અને મીના મીના સોલંકીને સકંજામાં લીધીઃ ધારાના મિત્રની તલાસઃ પહેલા ૧ાા લાખ, પછી ૧ લાખ અને છેલ્લે ૫૦ હજાર આપી પુરુ કરવા કહ્યું: ધારાના મિત્રએ કહ્યું-આમાં તો મર્ડર પણ થઇ જાય! : પીઆઇ કે. જે. કરપડાની રાહબરીમાં એએસઆઇ આર. જે. જાડેજા અને ટીમે બંને મહિલાને સકંજામાં લીધીઃ અન્‍ય એકની તલાસ access_time 11:34 am IST