Gujarati News

Gujarati News

ટ્રાન્સજેન્ડર પાયલે માફી ન માંગતા વ્યંઢળોની માલવીયા નગર પોલીસ સ્ટેશને ધમાલઃ સુત્રોચ્ચાર, લૂગડા ઉતાર્યા: ડાલીબાઇ કવાર્ટરમાં રહેતાં મુળ સુરેન્દ્રનગરના મેહુલ ઉર્ફ પાયલને તે અસલી વ્યંઢળોની બદનામી કરે છે...તેવા આરોપ સાથે ચાર દિવસ પહેલા તેને ઘરેથી લોધાવડ ચોક લઇ જઇ માર મારી પ્રાઇવેટ પાર્ટનો વિડીયો બનાવી વહેતો કરાયો હતોઃ આજે ફરીથી કિન્નરોએ પાયલની ઘરે જઇ ગુરૂની માફી માંગવાનું કહ્યું-એ પછી બધા પોલીસ સ્ટશને આવ્યા : મેહુલ ઉર્ફ પાયલનું અપહરણ કરવા અંગે અજાણ્યા કિન્નરો સામે ગુનો નોંધવા તજવીજઃ પાયલ અને વ્યંઢળોના અગાઉ એ-ડિવીઝનમાં નિવેદન નોંધાયા હતાં ત્યારે બંનેએ સમાધાનની વાત કરી હતી : વ્યંઢળોની માંગણી-એ છોકરો છે, ડુપ્લીકેટ કિન્નરને બચાવાયો છે, અમને કોઇ ન્યાય મળ્યો નથી અમારે ન્યાય જોઇએ : પાયલે કહ્યું-મને ઘરેથી ઉઠાવી જઇ 'તું શું કામ કિન્નરની જેમ રહે છે?' કહી રિક્ષામાં બેસાડી લોધાવાડ ચોકમાં લઇ જઇ માર મારી નગ્ન કરી વિડીયો ઉતારાયો'તો : પોણા કલાકની ધમાલ બાદ અધિકારીઓ, મહિલા પોલીસની ટીમે સમજાવતાં વ્યંઢળો શાંત પડ્યાઃ ન્યાયી કાર્યવાહીની ખાત્રી : પાયલને ગામ મુકાવી દ્યો...એવી માંગણી પણ વ્યંઢળોએ કરી access_time 3:37 pm IST