રાજકોટ
News of Thursday, 18th January 2018

સિવિલ હોસ્પિટલમાંથી વધુ એક અજાણ્યા વૃધ્ધનો મૃતદેહ મળ્યો

રાજકોટ તા.૧૮: સિવિલ હોસ્પિટલમાં માનસિક રોગના દર્દીઓના વોર્ડ પાસેથી અજાણ્યા આશરે ૬૫ થી ૭૦ વર્ષના વૃધ્ધની લાશ મળી આવતાં પોલીસે કાર્યવાહી કરી હતી. બિમારીથી મોત નિપજ્યાનું તારણ છે. પ્ર.નગરના પી.એસ.આઇ. બી. પી. વેગડા અને આનંદભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. તસ્વીરમાં દેખાતાં મૃતકના કોઇ વાલીવારસ હોય તો પ્ર.નગર પોલીસનો ફોન ૦૨૮૧ ૨૪૪૬૦૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:31 pm IST)