News of Thursday, 18th January 2018
રવીવારે રોટરી કલબ દ્વારા કાનના ઓપરેશનનો ફ્રી કેમ્પ
૧૦૦ જરૂરીયાત મંદોને વિનામૂલ્યે શ્રવણયંત્ર અપાશે
રાજકોઠ,તા.૧૮ : રોટરી મીડટાઉન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.૨૧ના રવિવારે કાનના જટીલ ઓપરેશનનો કેમ્પ યોજવામાં આવેલ છે.
ખેરા મેડીકલ સેન્ટર, ભીલવાસ ચોક, મોટી ટાંકી પાસે તા.૨૧ના રવિવારે સવારે ૮ થી ૧૧ પ્રાથમિક તપાસ કરી અપાશે. જેમાં કાનના વિખ્યાત સર્જન ડો.પૂસાલકર સેવા આપશે.
કેમ્પ દરમિયાન ૧૦૦ જરૂરીયામંદ વ્યકિતઓને વિનામૂલ્યે શ્રવણયંત્રો અપાશે. કેમ્પની વધુ માહિતી તેમજ નામ નોંધણી માટે ફોન નં.૦૨૮૧-૨૪૬૫૮૨૩ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.વધુને વધુ જરૂરીયામંદ કાનના દર્દીઓએ કેમ્પનો લાભ લેવા ડો.નિરવ મોદી અને ડો.બાનુબેન ધકાણે અનુરોધ કરેલ છે. તસ્વીરમાં અકિલા ખાતે કેમ્પની વિગતો વર્ણવતા ડો.મોદી અને બાનુબેન ધકાણ નજરે પડે છે.
(3:01 pm IST)