રાજકોટ
News of Saturday, 31st October 2020

રેલનગરમાં રહેતો ૧૭ વર્ષનો પાર્થ પાલ લાપતા : અપહરણનો ગુનો

રાજકોટ,તા. ૩૧: શહેરના રેલનગરમાં આસ્થા એવન્યુમાં રહેતો યુપીનો ૧૭ વર્ષનો સગીર ઘરેથી નીકળ્યા બાદ પરત ન આવતા પ્રનગર પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ આગ્રાના ફરૂખા બાગના વતની હાલ રાજકોટ રેલનગરમાં આસ્થા એવન્યુ બ્લોક નં.૩ મકાન નં. ૧માં રહેતા દિનેશભાઇએ હીવરનસિંહ પાલ (ઉવ.૪૩)એ પ્રનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવયું છે કે, પોતે રાજકોટમાં છેલ્લા એક વર્ષથી રહે છે. અને વોકહાર્ડ હોસ્પિટલમાં આવેલી કેન્ટીનમાં મેનેજર તરીકે નોકરી કરે છે. પત્ની અને પુત્રી દીપા એક વર્ષથી વતનમાં રહે છે. અને પુત્ર પાર્થ (ઉવ.૧૭) પોતાની સાથે રહે છે. અને મોદી સ્કુલમાં ધોરણ ૧૨માં અભ્યાસ કરે છે ચાર દિવસ પહેલા પોતે નોકરી પર ગયા હતા. અને રાત્રે ઘરે આવેલા ત્યારે ઘરનો દરવાજો લોક હતો. તેથી પોતાની પાસે રહેલી ચાવીથી દરવાજો ખોલીને જોતા ઘરમાં પાર્થ કયાંય જોવા ન મળતા પોતે આસપાસ તપાસ કરતા તેનો કયાંય પતો લાગ્યો ન હતો. ત્યારબાદ પોતે પ્રનગર પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ  અપહરણની કલમ હેઠળ ગુનો દાખલ કરી પીઆઇ એલ.એલ.ચાવડા તથા રાઇટર સંજયભાઇ સહિતે તપાસ હાથ ધરી છે. જો કોઇને આ સગીર જોવા મળે તો પ્રનગર પોલીસ સ્ટેશન ફોન નંબર ૦૨૮૧ -૨૪૪૬૦૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(2:30 pm IST)