રાજકોટ
News of Saturday, 31st October 2020

રસુલપરાના અમીન અને મોહસીન પર નુરાનીપરામાં તલવાર-પાઇપથી હુમલો

તમે અહિ શું કામ આવ્યા કહી મુમતાઝબેન, નાસીર, સમીર સહિતે હુમલો કર્યાનો આરોપ

રાજકોટ તા. ૩૧: કોઠારીયા સોલવન્ટ નજીક રસુલપરામાં રહેતાં અમીન હબીબભાઇ શમા (ઉ.વ.૨૨) અને તેનો કોૈટુંબીક ભાઇ મોહસીન યાસીનભાઇ મલે (ઉ.વ.૩૦) પરા રાત્રે દસેક વાગ્યે નુરાનીપરામાં મુમતાઝબેન, નાસીર ઠેબા, સમીર સહિતે તલવાર-પાઇપથી હુમલો કરી ઇજાઓ કરતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. રાજુભાઇ ગીડાએ આ અંગે આજીડેમ પોલીસને જાણ કરી હતી. મોહસીન મારબલની બોલેરોનું ડ્રાઇવીંગ કરે છે અને અમીન મુરગીની દૂકાન ચલાવે છે. મોહસીનના કહેવા મુજબ ગઇકાલે ઇદ હોઇ હું અને ભાઇ અમીન અમારા માોટા બાપુ યુનુસભાઇ કે જે નુરાનીપરામાં રહે છે તેની ઘરે બેસવા ગયા ત્યારે મુમતાઝબેન સહિતે અમારે રસુલપરાવાળા સાથે વાંધો ચાલે છે, તેથી તમારે અહિ આવવું નહિ તેમ કહી ઝઘડો કરી હુમલો કર્યો હતો. પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.

(10:32 am IST)