રાજકોટ
News of Saturday, 31st July 2021

લોઠડા ગામની વડીલોપાર્જીત ખેતીની ખેડવાણ જમીન અંગે કોર્ટનો મનાઇ હુકમ

રાજકોટ તા. ૩૧ : 'લોઠડા ગામની ખેડવાણ જમીનમાં મનાઇ હુકમ કોર્ટે ફરમાવેલ હતો.

દાવાની ટૂંક હકીકત એવી છે કે લોઠડાના રહેવાસી પ્રભાબેન સવાભાઇ મેણીયા એ તેમના પીતાની વડીલોપાર્જીત ખેતીની જમીનમાં પોતાનો લાગભાગ અને હીસ્સો અલગ કરી આપવા સીવીલ કોર્ટમાં દાવો દાખલ કરેલ અને વાદગ્રસ્ત મીલકતો ઉપવાદી કામ ચલાઉ તથા કાયમી મનાઇ હુકમ અને વીજ્ઞાપન અંગેની દાદ માંગેલ હતી.

દાવામાં જણાવેલ હકીકતો મુજબ વાદી પ્રભાબેન સવાભાઈ મેણીયા તેમના સગાભાઈઓ મેરામભાઇ સવાભાઈ મેણીયા વીગેરે કે જેઓ ગુજરનાર સવાભાઇ મેણીયાના સીધી લીટીના વારસદારો છે તે ભાઇઓ પાસેથી પ્રભાબેન મેણીયા એ તેમના ગુજરનાર પીતાશ્રીના ભાગે આવેલ વડીલોપાર્જીત મીલકતમાથી પોતાનો હકક હિસ્સો માંગતો દાવો દાખલ કરેલ જે વડીલો પાર્જીત ખેતીની જમીન લોઠડા ગામના રેવન્યુ સર્વે નં.૧૬૫ પૈકી ૧ (જુની શરત)ની સરમળીયા વાળી તરીકે ઓળખાતી ખેડવાણ જમીન હેકટર આ.ચો.મી.૨-૦૯-૪૩ આવેલ જે જમીન માં પોતાનો હીસ્સો માંગતો દાવો દાખલ કરેલ અને દાવો ચાલતા સુધી પ્રતીવાદોઓ એટલેકે તેમના સગા ભાઈઓ કે તેમના નોકર,એજન્ટ કે કુલમુખત્યારો આ ખેતીની જમીન અન્ય બીજા કોઇને ટ્રાન્સફર, બક્ષીસ ,એસાઈન કે અન્ય કોઇપણ રીતે બીજાને આપે નહી તેના ઉપર કોઇ બોજો ઉતપન્ન કરે નહી તે મતલબનો કામચલાઉ મનાઈ હુકમ પણ માંગેલ હતો જે કામચલાઉ મનાઇ હુકમ ની અરજીના કામે વાદી પ્રભાબેનના વકીલશ્રી કલ્પેશભાઇ મોરીની દલીલોને કોર્ટે ગ્રાહ્ય રાખી એડી.સીની. સીવીલ જજ શ્રી એસ.એસ.કાળે વાદગ્રસ્ત ખેતીની જમીનની યથાવત પરિસ્થતી દાવાના આખરી નીકાલ સુધી જાળવી રાખવનો હુકમ ફરમાવેલ છે.

આ કામે વાદી વતી વિદ્વાન ધારાશાસ્ત્રી કલ્પેશભાઇ મોરી રોકાયેલ હતા.

(2:48 pm IST)