રાજકોટ
News of Friday, 30th July 2021

કોઠારીયા રોડ પર આવેલ નિલકંઠ ટોકીઝ પહેલા અને ભકિતનગર સર્કલ પોલીસ સ્‍ટેશન નજીક આવેલા ભંગારના ડેલામાંથી દારૂ-બીયરના જથ્‍થા સાથે ચંદુ કોળી ઝડપાયો

રાજકોટ : રાજકોટમાં આવેલ કોઠારીયા રોડ પર આવેલ નિલકંઠ ટોકીઝ પહેલા અને ભકિતનગર સર્કલ પોલીસ સ્‍ટેશનની નજીક  આવેલા ભંગારના ડેલામાં દારૂ-બીયરનો જથ્‍થો હોવાની બાતમીના આધાર ભકિતનગર મથકના પી.આઇ. જે.ડી. ઝાલા સહિતના સ્‍ટાફે દરોડો પાડતા દારૂ-બીયરનો જથ્‍થો ઝડપાયો  હતો. ડેલાના માલીક ચંદુ કોળીને પકડી પુછપરછ હાથ ધરી છે.

(10:16 pm IST)