રાજકોટ
News of Friday, 30th July 2021

શહેર યુવા ભાજપ દ્વારા વિધાનસભા-૬૮ના કોરોના વોરીયર્સનું સન્માન

રાજકોટઃ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર યુવા ભાજપ દ્વારા વિધાનસભા વાઈઝ કોરોના વોરીયર્સને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવાના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે તે અંતર્ગત વિધાનસભા-૬૮માં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધારાસભ્ય અરવિંદ રૈયાણી, પ્રદેશ યુવા ભાજપ ઉપપ્રમુખ મનિષ સંઘાણી, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, ભાજપ અગ્રણી અશોક લુણાગરીયા, સોનલબેન ચોવટીયા, દિપક પનારા, સી.ટી. પટેલ, કાનાભાઈ ઉધરેજા, દિનેશ ચૌહાણ, પરેશ પીપળીયા, પરેશ પીપળીયા (પી.પી.), કાળુભાઈ કુગશીયા, નયનાબેન પેઢડીયા, રવિ ગોહેલ સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં કોરોના વોરિયર્સના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોરોનાકાળ દરમ્યાન કરેલી કામગીરીમાં સમાવિષ્ટ ડોકટર્સ, સફાઈ કામદાર, પોલીસ કર્મચારી તેમજ વિવિધ સંસ્થાના આગેવાનોનું પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા યુવા ભાજપ અગ્રણી પૃથ્વીસિંહ વાળા, હિરેન રાવલ, કિશન ટીલવા, કુલદિપસિંહ જાડેજા, પૂર્વેશ ભટ્ટ, ચંદુભાઈ ભંડેરી, અજય લોખીલ, હેમાંગ પીપળીયા, જયેશ ભાનુશાળી, તેજસ પ્રજાપતિ, નાગજીભાઈ રાદડીયા સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

(4:12 pm IST)