રાજકોટ
News of Friday, 30th July 2021

વોર્ડ નં. ૧૧માં પાા કરોડનાં ખર્ચે બે રસ્તાઓનું ડેવલપમેન્ટ થશે

સ્પીડવેલ ચોકથી નવા ૧પ૦ રીંગ રોડ સુધીનો તથા કોકોનેટ પાર્ટી પ્લોટ વાળો રોડ પહોળો થશે, ફુટપાથ પેવીંગ બ્લોક ડીવાઇડરોની સુવિધા, ડ્રેનેજ સફાઇ માટે નવુ પાવર બકેટ સહીત ૧.૧૮ કરોડના સાધનોની ખરીદીઃ સ્ટેન્ડીંગ કમીટીમાં કુલ ૧પ.૪૭ કરોડનાં વિકાસ કામો મંજુર

રાજકોટ, તા.,૩૦: મ.ન.પા.ની સ્ટેન્ડીંગ કમીટીમાં આજે વોર્ડ નં. ૧૧માં પાા કરોડના ખર્ચે બે મુખ્ય રસ્તાઓનો ડેવલપમેન્ટ કોન્ટ્રાકટ સહીત કુલ ૩૯ દરખાસ્તોનો નિર્ણય લઇ અને કુલ રૂ.ા. ૧પ.૪૭ કરોડનાં વિકાસ કામો મંજુર કરાયા હતા.

આ અંગે ચેરમેન પુષ્કર પટેલે જાહેર કરેલી વિગતો મુજબ આજની બેઠકમાં વોર્ડ નં. ૧૧માં ટી.પી. સ્કીમ નં. ર૭,ર૮ હેઠળનાં ૧૮ મીટર ટી.પી.રોડ કે જે કોકોનેટ પાર્ટી પ્લોટ પાસે છે. તેને રૂ.ા. ૩.૪૭ કરોડનાં ખર્ચે ડેવલપ કરાશે.

ઉપરાંત વોર્ડ નં. ૧૧ માં જ સ્પીડવેલ ચોકથી નવા ૧પ૦ ફુટ રીંગ રોડ સુધીના ર૪ મીટર ટી.પી. રોડને રૂ.ા. ર.૧૦ કરોડનાં ખર્ચે ડેવલપ કરાશે.

 આ બંન્ને રોડમાં ફુટપાથ, રોડ ડીવાઇડર, સર્વિસ ડકટ સહીતની સુવિધા સાથે ડેવલપ કરાશે તેમ ચેરમેનશ્રીએ ઉમેર્યુ હતું.

આ ઉપરાંત સફાઇ મિત્ર સુરક્ષા ચેલેન્જ હેઠળ ડ્રેનેજ સફાઇની મશીનરી ખરીદી હેઠળ ૧ નવુ જેટીંગ મશીન, નવુ પાવર બકેટ કે જે ૬૦૦, ૯૦૦ અને ૧૦૦૦ ડાયામીટરની મહાકાય ડ્રેેનેજ પાઇપ લાઇનની સફાઇ કરે છે તે ૧ નંગ અને ૯ જેટલી ડીસ્લીટીંગ રીક્ષા સહીતની મશીનરી રૂ.ા.૧.૧૮ કરોડનાં ખર્ચે ખરીદવા સહીત ૩૯ દરખાસ્તોનો નિર્ણય લેવાયેલ.

જેમાં કોરોના મહામારી માટે કોન્ટ્રાકટ પર રખાયેલ મેડીકલ સ્ટાફને વધુ ૧ મહિનો એટલે કે ૩૧ ઓગષ્ટ સુધી રાખવાનો મુદત વધારો ૪.૯૦ લાખની તબીબી સહાય, વરસાદી પાણી નિકાલ માટે સ્ટોર્મ વોટર ડેનેજના પ૩ લાખના કામો સહીતનો ૧પ.૪૭  કરોડનો ખર્ચ મંજુર કરાયો હતો. 

(4:08 pm IST)