રાજકોટ
News of Friday, 30th July 2021

વિદેશી દારૂના આઠ ગુનામાં સામેલ ધવલને પાસામાં ધકેલતી ક્રાઇમ બ્રાંચ

રાજકોટ,તા.૩૦: શહેરના અલગ-અલગ વિસ્તારમાં તેમજ વાંકાનેર, ગોંડલ અને લોધીકામાં વિદેશી દારૂના આઠ ગુનામાં સામેલ શખ્સને પાસામાં ધકેલી દીધો છે.

મળતી વિગત મુજબ શહેરના આજીડેમ તથા ક્રાઇમ બ્રાંચ તેમજ વાંકાનેર, ગોંડલ અને લોધીકા પોલીસ મથકમાં વિદેશી દારૂના ગુનામાં  સામેલ ધવલ રસીકભાઇ સાવલીયા (ઉવ.૨૭) (રહે.ખોડલધામ -૪ શેરી નં.૧ સ્વાતીપાર્ક મેઇન રોડ કોઠારિયા રોડ)ને પાસામાં ધકેલવા માટે પીસીબી શાખાના પીઆઇ. આર.વાય.રાવલ, હેડ કોન્સ. રાજુભાઇ દહેકવાલ તથા ઇન્દ્રજીતસિંઞ સીસોદીયાએ દરખાસ્ત કરતા પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલે વોરંગ ઇશ્યુ કરતા ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.કે.ગઢવી, પીએસઆઇ વી.જે.જાડેજા, એ.એસ.આઇ જયેશભાઇ નીમાવત, ચેતનસિંહ ચુડાસમા, હેડ કોન્સ. વિરેન્દ્રસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ, ભરતસિંહ, મહેશભાઇ, શકિતસિંહ તથા સ્નેહભાઇ સહિતે ધવલ સાવલીયાને પાસા તળે અટકાયત કરી ભુજ જેલમાં ધકેલી દીધો હતો. 

(3:18 pm IST)