જૂના મોરબી રોડ પરથી ૧૦૮ બોટલ દારૃ ભરેલી કાર સાથે સાગર ખેર પકડાયો
એલસીબીઝોન-૧ ના પીએસઆઇ કોડીયાતર અને ટીમનો દરોડોઃ હેડકોન્સ ધર્મરાજસિંહ જાડેજા, સત્યજીતસિંહ જાડેજાની બાતમીરાજકોટ તા. ૩૦ : શહેરના જૂના મોરબી રોડ પર સીટી સ્ટેશન પાસેથી ૧૦૮ બોટલ દારૃ ભરેલી કાર સાથે એક શખ્સને પકડી લીધો હતો. મળતી વિગત મુજબ જૂના મોરબી રોડ પર દારૃ ભરેલી કાર પસાર થવાની હોવાની ડી.સી.પી. ઝોન-૧ ની એલ. સી. બી. ના હેડ કોન્સ ધર્મરાજસિંહ જાડેજા અને કોન્સ સત્યજીતસિંહ જાડેજાને બાતમી મળતા પી.એસ.આઇ. આર.એચ. કોડીયાતર સ્ટાફ સાથે મોરબી રોડ પર વોચમાં હતા ત્યારે સીટી સ્ટેશન પાસેથી જી.જે.૧ એચ.એન.૯૪ર૬ નંબરની ફોર્ડ ફીયાસ્ટા કારને રોકી તલાશી લેતા તેમાંથી રૃા.પ૪૦૦૦ ની કિંમતની ૧૦૮ બોટલ મળી આવતા ચાલક સાગર નિલેશભાઇ ખેર (ઉ.ર૪) (રહે. લક્ષ્મીવાડી કવાર્ટસ કવાર્ટર નં.૭૯)ને પકડી લઇ દારૃનો જથ્થો અને કાર મળી રૃા.૧,પપ,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ કામગીરી પી.એસ.આઇ.આર.એચ.કોડીયાતર, હેડ કોન્સ વિજેન્દ્રસિંહ, ધર્મરાજસિંહ, જીતુભા અને હિતેશભાઇ દ્વારા કરવામાં આવી હતી.