રાજકોટ
News of Thursday, 30th June 2022

સમસ્ત મહાજન દ્વારા શૈક્ષણિક સહાય

 સમસ્ત મહાજન દ્વારા શૈક્ષણિક સહાય યોજના અંતર્ગત ઝુપડપટ્ટીના ૪૦૦ જેટલા બાળકોને ચોપડા, બોલપેનનું વિતરણ ડે. મેયર ડો. દર્શીતાબેન શાહના હસ્તે વિતરણ કરાયુ હતુ. આ આયોજનમાં એનીમલ વેલ્ફેર બોર્ડના મેમ્બર અને સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ગીરીશભાઇ શાહના માર્ગદર્શ હેઠળ મિતલ ખેતાણી, કુમારપાળ શાહ, પ્રતિક સંઘાણી, કેતન સંઘવી વગેરેએ જહેમત ઉઠાવી હતી. વ્યવસ્થામાં સેવાભાવી મનીષભાઇ પરીખનો વિશેષ સહયોગ મળેલ.

(3:31 pm IST)