રાજકોટ
News of Thursday, 30th June 2022

ઝુ ખાતે દર ગુરૂવારે નિઃશુલ્‍ક પ્રકૃતિ શિક્ષણ શિબિર

સવારે ૯ થી પ આયોજન : એક શિબીરમાં પ૦ લોકોને પ્રવેશ : મનપા દ્વારા નાસ્‍તો : ઝુ પરિસરની તલસ્‍પર્શી માહિતી અપાય છે : છેલ્લા ૧૦ વર્ષમાં ર૦૦ શાળા-કોલેજોના ૧૧ હજાર શિબીરાર્થીઓએ લાભ લીધો : શિબિરમાં ભાગ લેવા ઝુ કયુરેટરનો સંપર્ક કરવા મેયર ડો. પ્રદીપ ડવ, સ્‍ટે. ચેરમેન પુષ્‍કર પટેલ, કમિશ્‍નર અમિત અરોરા તથા ઝુ સમિતિ ચેરમેન અનિતાબેન ગોસ્‍વામીનો અનુરોધ

રાજકોટ,તા.૩૦ :  મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્‍ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્‍ડીયાના માર્ગદર્શન મુજબ આધુનિક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્‍ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્‍થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્‍યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. દર વર્ષે અંદાજિત ૭.૫૦ લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે પધારતા હોય છે. ઉનાળુ વેકેશનનાં મે માસ દરમિયાન અંદાજિત ૬૮ હજાર મુલાકાતીઓએ પાર્કની મુલાકાત લીધેલ છે.

વન્‍યપ્રાણી વિનીમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા ભારતના અન્‍ય ઝૂ પાસેથી જુદી જુદી પ્રજાતિઓના પ્રાણી-પક્ષીઓ મેળવી ઝૂનો વિકાસ કરવામાં આવે છે. છેલ્લા ૧૦ વર્ષથી દર ગુરુવારે નિઃશુલ્‍ક પ્રકળતિ શિક્ષણ શિબિરનું સફતાપૂર્વક આયોજન કરવામાં આવે છે, જેમાં અંદાજિત ૨૦૦ શાળા-કોલેજનાં ૧૧ હજાર શિબિરાર્થીઓએ નિઃશુલ્‍ક પ્રકળતિ શિક્ષણ શિબિરનો લાભ લીધો છે તેમ, મેયર ડૉ. પ્રદિપ ડવ, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન  પુષ્‍કરભાઈ પટેલ, મ્‍યુનિ. કમિશનર અમિત અરોરા તથા બાગ બગીચા અને ઝૂ સમિતિ ચેરમેન શ્રીમતી અનિતાબેન ગોસ્‍વામીએ સંયુક્‍ત યાદીમાં જણાવેલ છે.

રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે દર ગુરૂવારે નિઃશુલ્‍ક પ્રકળતિ શિક્ષણ શિબિરનું છેલ્લા ૧૦ વર્ષથી સફળતાપૂર્વક આયોજન કરવામાં આવે છે. અત્‍યાર સુધીમાં અંદાજિત ૨૦૦ શાળા-કોલેજનાં ૧૧,૦૦૦ શિબિરાર્થીઆ ેએ નિઃશુલ્‍ક પ્રકળતિ શિક્ષણ શિબિરનો લાભ લીધેલ છે.  પ્રકળતિ શિક્ષણ શિબિરનો સમય સવારે ૯ થી સાંજે ૫ સુધીનો હોય છે. એક શિબિરમાં અંદાજે ૫૦ શિબિરાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. ધોરણ-૬ થી કોલેજ સુધીનાં શાળા-કોલેજનાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પર્યાવરણલક્ષી તલસ્‍પર્શી માહિતી આપી પ્રકળતિની અનુભૂતિ કરાવવામાં આવે છે.

શિબીરના અંતે તમામ શિબિરાર્થીઓને માહિતીસભર સાહિત્‍ય અને પ્રમાણપત્ર આપવામાં આવે છે.

 શિબિરમાં વહેલા તે પહેલાનાં ધોરણે ભાગ લેવા માટે અગાઉથી ઝૂ કયુરેટરને સાંજે ૪ થી ૭ દરમિયાન    મો. ૯૬૨૪૦ ૩૩૬૮૭ પર શાળા-કોલેજનું નામ નોંધાવવાનું રહે છે.

(3:30 pm IST)