રાજકોટ
News of Saturday, 30th April 2022

શાંતિ, સલામતી, સમૃધ્ધિ, સાહસ, સંવેદના, સેવા, સત્ય, પ્રેમ અને કરૂણાનો પર્યાય ઍટલે વિશ્વભરમાં વસતા ગુજરાતીઓ

અહિંસા પુરૂષ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને ભારતીય લોકશાહીના સર્જન મહાન સરદાર પટેલ વિકાસ પુરૂષ નરેન્દ્રભાઈ મોદી રાષ્ટ્ર- વિશ્વને ગુજરાતની દેન, ભારતના પ્રથમ ગૃહમંત્રીથી લઈ વર્તમાન ગૃહમંત્રી ગુજરાતી હોવાનું ગૌરવ : ભાજપના શાસનમાં ગુજરાત દેશના વિકાસનું ઍન્જિન બન્યુંઃ ગુજરાતે હંમેશા દેશ- દુનિયાને નવી દશા- દિશા બતાવી છેઃ રાજુભાઈ ધ્રુવ

રાજકોટઃ ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે વિશ્વભરના ખૂણેખૂણેમાં વસતા ગુજરાતીઓને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવતાં સૌરાષ્ટ્ર-કચ્છ ભાજપ અગ્રણી પ્રવકતા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, ૧ મે ઍટલે ગુજરાત સ્થાપના દિવસ. ૧૯૬૦ની સાલમાં મુંબઈ સહિતનાં મહારાષ્ટ્રમાંથી અલગ પડેલું ગુજરાત ૬૨ વર્ષનું થયું છે. આ દિવસને ગુજરાત દિવસ, ગુજરાત દિન, ગુજરાત ગૌરવ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાત સરકારે આ દિવસને ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઘોષિત કર્યો છે. ગુજરાત ઍટલે શાંતિ, સલામતી, સમૃદ્ધિ, સાહસ અને સંવેદનાનો મુલક. આ ભૂમિના કણકણમાં સત્ય, પ્રેમ અને કરૂણા વસે છે. ગુજરાત ઍટલે ઍકતા, અસ્મિતા, કલા-સંસ્કૃતિ અને ઉદ્યોગની પટભૂમિ. કવિ નરસિંહ મહેતા, નર્મદ, કલાપી, કાંત, મેઘાણી-મુન્શીથી લઈ દયાનંદ સરસ્વતી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, લોહપુરુષ સરદાર પટેલ તથા વર્તમાન વિકાસ પુરુષ નરેન્દ્રભાઈ મોદીનું જન્મ અને કર્મ ક્ષેત્ર ગણાતું ગુજરાત પાણી અને પ્રતિષ્ઠા માપવાના ક્ષેત્રમાં હંમેશા અવ્વલ રહ્નાં છે. ગુજરાત અને તેની પ્રજા જાણીતી છે ઍની ઉદારવૃત્તિ અને અનુદાન માટે.. આથી જ પારસીઓથી લઈ દેશી-વિદેશી-ઉત્તરપ્રદેશીઓઍ ભગવાન શ્રી કૃષ્ણની જેમ અંતિમ વિસામો આ પડ્ઢિમ ભારતનાં ગુર્જર પ્રદેશે લીધો છે. વેપાર-વ્યવસાય, રાજનીતિ, ખેલ, આયાત-નિકાસ, કૃષિ ઉત્પાદનથી લઈ અઢળક પ્રકારનાં વિવિધ ક્ષેત્રોમાં આ રાજ્ય પોતાની આગવી ઓળખ ધરાવે છે. આથી જ સૌ માટે ગુજરાતમાં રહેવું અને ગુજરાતી કહેડાવવું ઍ ગૌરવપ્રદ બાબત બની રહી છે.
 ‘હારી આ સરહદ ને હાર્યા સીમાડા,પણ હાર્યુંના કોઇ’દી ગુજરાત, હે જીત્યું હંમેશા ગુજરાત’ ગુજરાતની ધરતીઍ અને પ્રજાઍ ભીષણ ઝંઝાવાતો, સુનામી, પુર, ધરતીકંપો સહન કર્યા છે. વિદેશી આક્રમણોનો રકતપાત ઝેલ્યો છે. આંતરીક આતતાયીયો-આક્રમણખોરો દ્વારા જુલ્મ સહન કર્યો છે અને પીંઢારાશાહી વેઠી છે તેમ છતાં, ગુજરાતની સાહસ અને શૌર્યભરી પ્રજાઍ પોતાના ખમીર, પોતાની અસ્મિતાને ઊની આંચ આવવા દીધી નથી. અસ્તિત્વની સફળ લડાઈઓ લડીને ગુજરાત વિકાસમાં સદૈવ અગ્રેસર રહ્ના છે. આજે તમામ ગુજરાતીઓને પોતાના ધર્મ, ઈતિહાસ, સંસ્કૃતિ અને કલા માટે ગૌરવ છે. છેલ્લા કેટલાંક વર્ષોમાં ગુજરાત પર અનેક પુર, વાવાઝોડા, દુષ્કાળ, ભૂકંપ જેવી કુદરતી તારજીઓ અને હળતાળ, બંધ, આંદોલનો જેવી માનવસર્જિત આફતો આવી છે. આમ છતાં આ રાજ્યની સ્થાપનાકાળથી શરૂ થયેલી વિકાસયાત્રામાં દેશ-દુનિયામાં ગુજરાત અને ગુજરાતીઓનો ડંકો વાગ્યો છે.
૧ મેનો દિવસ માત્ર ગુજરાતની પ્રજા માટે જ નહીં પરંતુ, વિશ્વના ખૂણે ખૂણે વસતા અબાલ-વૃદ્ધ, સર્વે ગુજરાતીઓ માટે ગૌરવવંતો અને સ્વા ભિમાનનો દિવસ છે. ગુજરાતની ભવ્ય કલા-સંસ્કૃતિ, સંત અને શૂરવીરો, સાહિત્ય કારો, જાહેર જીવનના પ્રતિષ્ઠિત અગ્રણીઓ, નેતાઓ, લોકસેવકો, દેશભકતો અને ગુજરાતી અસ્મિતાના ભેખધારીઓનાં અનન્ય પ્રદાન તેમજ સમર્પણને વાગોળવાનો, ગર્વ અનુભવવાનો આ દિવસ છે. જય જય ગરવી ગુજરાત ગાતી ભવ્ય પરંપરા અને નમામિ દેવી નર્મદેનું સાંસ્કૃતિક ગાન આ સભ્યતાની ઓળખ છે. આજે આપણને સહુને ગુજરાતનાં પ્રાચીન ઈતિહાસથી લઈને તારીખ પહેલી મે ૧૯૬૦ના રોજ સ્વતંત્ર ભારતના રાજ્ય તરીકે ગુજરાત અસ્તિત્વમાં આવ્યું ત્યાં સુધીના મહાગુજરાતીઓ જેવા કે, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, આદ્યકવિ નરસિંહ મહેતા, ક્રાંતિવીર કવિ નર્મદ, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, ગુજરાતની અસ્મિતાનાં સ્વપ્નદૃષ્ટા કનૈયાલાલ મુનશી જેવા અનેક મહાનુભાવોનું સ્મરણ થઈ આવે ઍ સ્વાભાવિક છે. આપણી કળા અને સંત પરંપરાની વિરાસત સમા ગુર્જરરત્નો સ્વામી દયાનંદ સરસ્વતી, સ્વામિનારાયણ પરંપરાના સહજાનંદ સ્વામી, પ્રેમાનંદ, બાલશંકર, કવિ કલાપી અને કેટકેટલા સાક્ષરોઍ ગુજરાતની ગરીમાને, સાંસ્કૃતિક પરંપરાને સિંચી છે, પોષી છે અને નવી નવી ઊંચાઈઓ બક્ષી છે. આપણી ધર્મધ્વજાના બે મહત્વના શિખર સમાન સોમનાથ જયોતિર્લિંગ અને દેવભૂમિ દ્વારકા અનેક પ્રચંડ આક્રમણોનો સામનો કર્યા પછી આજે પણ ઍટલાં જ ભવ્ય, દિવ્ય અને દેદીપ્યમાન રહ્નાં હોવાનું રાજુભાઈ ધ્રુવે યાદીના અંતમાં જણાવાયું છે.

(1:39 pm IST)