રાજકોટ
News of Friday, 29th December 2017

ડો. આંબેડકર ચેર સેન્ટરની વેબસાઇટનું લોન્ચીંગ

પાંચ સંશોધકોને ડો. આંબેડકર સંશોધન એવોર્ડ અર્પણ : સલાહકાર સભ્યોનું સન્માન

રાજકોટ : ગુજરાત સરકાર દ્વારા બાબા આંબેડકરની ૧૨૫ મી જન્મ જયંતિ વર્ષને અનુલક્ષીને રાજયની પાંચ યુનિવર્સિટીઓને વાર્ષિક ગ્રાન્ટ ઇન એઇડ ધોરણે રૂા.૩૫ લાખ લેખે ગ્રાન્ટની ફાળવણી કરીને બાબા સાહેબ ડો. બી. આર. આંબેડકર ચેર - સેન્ટર સ્થાપવામાં આવેલ છે. ડો. આંબેડકરની નિર્વાણતીથીને અનુલક્ષીને એક દિવસીય રાજય સ્તરીય સેમીનાર યોજવામાં આવેલ. જેમાં ૨૯૦ સંશોધકો, અધ્યાપકો, વિદ્વાનોએ ભાગ લીધો હતો. ૩૫ સંશોધનપત્રો ડો. બી.આર. આંબેડકરના વિવિધ ક્ષેત્રના પ્રદાન અંગે આવ્યા હતા. ડો. આંબેડકરના જીવન કવન ઉપર લેખન કરનાર વિદ્વાનોએ વ્યાખ્યાન આપતા વાતાવરણ સંવેદનાપૂર્ણ બની રહ્યુ હતુ. આ તકે ડો. તૃપ્તી વ્યાસ પત્રકારત્વ ભવન સૌ.યુનિ. રાજકોટ, ડો. કરીશ્મા જી. સોંદરવા, કમાણી સાયન્સ અને પ્રતાપરાય આર્ટસ કોલેજ, અમરેલી, ડો. જિતેશશ સાંખટ મુલાકાતી પ્રાધ્યાપક ઇતિહાસ ભવન સૌ.યુનિ. રાજકોટ, ડો. કન્હૈયાલાલ ડામોર, મદદનીશ અધ્યાપક શિક્ષણશાસ્ત્ર ભવન સૌ.યુનિ. રાજકોટ, ડો. મગનલાલ એસ. મોલિયા, પ્રો. શિક્ષણશાસ્ત્ર ભવન, સૌ.યુનિ. રાજકોટને બાબા સાહેબ આંબેડકર એવોર્ડ ૨૦૧૭ એનાયત કરવામાં આવ્યા હતા. દરમિયાન આ તકે રાજય સરકાર દ્વારા ડો. બી.આર.આંબેડકર ચેરની સલાહાકાર સમિતિના સદસ્ય પ્રો. જયદિપસિંહ ડોડીયા, ડો. બી. એન. આંબેડકર ચેરની સલાહકાર સમિતિમાં ડો. નાથાલાલ ગોહિલ, આર.જી.પરમાર, શૈલેષ પરમારમાંથી બે સદસ્યો ઉપસ્થિત રહેતા તેઓનું સન્માન કરાયુ હતુ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. યોગેશ જોગસને કરેલ.

(3:26 pm IST)