રાજકોટ
News of Tuesday, 29th November 2022

જુના મોરબી રોડ પર મનપાની ફુડ શાખાના દરોડાઃ ૨૦ સ્‍થળોએ ચેકીંગ

ટાગોર રોડ, કોઠારીયા રોડ પરના ટી સ્‍ટોલમાંથી ચાભુકી તથા મિકસ દૂધના નમૂના લેવાયા

રાજકોટ તા.૨૯: મ્‍યુનિ.કોર્પોરેશનની ફુડ શાખા દ્વારા શહેરીજનોના જન આરોગ્‍ય દિક્ષાર્થે વિવિધ વિસ્‍તારમાં ધંધાર્થીને ત્‍યાં ચેકીંગ હાથ ધરવામાં આવી રહયુ છે. અનોય ફુડ શાખાએ મોરબીરોડ પર ૨૦ વેપારીને ત્‍યાં ચેકીંગ હાથ ધરવામાં આવ્‍યુ હતું. આ ઉપરાંત ટાગોર રોડ, કોઠારિયા મેઇન રોડ પર ટી-સ્‍ટોલ મોભી ચા ભુકી(લુઝ), મિકસ મિલ્‍કનાએ નમૂના લેવામાં આવ્‍યા હતા. આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ મહાનગરપાલિકાના ફુડ વિભાગ દ્વારા ફુડ સેફટી ઓન વ્‍હીલ્‍સ વાન સાથે જુનો મોરબી રોડ વિસ્‍તારમાં ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૨૦ વેપારીને ત્‍યાં ચેકીંગ દરમ્‍યાન વેંચાણ થતા ઠંડાપીણા, દૂધ, મસાલા તથા પ્રીપેડ ફુડ વિગેરેના નમૂનાની સ્‍થળ પર ચકાસણી કરવામાં આવી હતી.

આ ઉપરાંત ફુડ વિભાગ દ્વારા ફુડ સેફટી સ્‍ટાન્‍ડર્ડ એકટ-૨૦૦૬ હેઠળ (૧) ચા ભુકી(લૂઝ)ના બાલાજી ટીસ્‍ટોલ, ટાગોર રોડ, અરિહંત હોટલની બાજુમાંથી તથા (૨) મિકસ મિલ્‍ક(લૂઝ) ખોડીયાર હોટલ, કોઠારીયા મેઇનરોડ, હરિકૃષ્‍ણ કોમ્‍પ્‍લેકસ, ગ્રાઉન્‍ડ ફલોર સહિત બે નમૂના લેવામાં આવ્‍યા હતા

(3:41 pm IST)