રાજકોટ
News of Thursday, 29th October 2020

મનપામાં ખાતાકિય પરિક્ષા દ્વારા ૯પ જુ. કલાર્કને સીનિયર કલાર્કની બઢતી

રાજકોટ તા. ર૯: અત્રેની મહાનગરપાલિકાની કચેરીમાં ખાતાકિય પરિક્ષા લઇ અને ૯પ જુનિયર કલાર્કોને સિનિયર કલાર્ક પદે બઢતી આપતાં હુકમો મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલે કર્યા છે.

આ અંગેની વિગતો મુજબ રાજકોટ મહાનગરપાલિકામાં સિનીયર કલાર્ક સંવર્ગની ખાલી જગ્યાઓ જુનિયર કલાર્ક સંવર્ગમાંથી બઢતીથી ભરવા ખાતાકીય પરીક્ષા લેવામાં આવેલ. ખાતાકીય પરીક્ષાના નિયત ધારાધોરણો મુજબ, વંચાણે-૧ ની ડીપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટી (ડી.પી.સી.) ની મિટીંગ તા. ૧ર-૧૦-ર૦ર૦ના રોજ રાખવામાં આવેલ. જેની કાર્યવાહી નોંધ અનુસાર નિયત પાત્રતા ધરાવતા અને જુનિયર કલાર્ક સંવર્ગની પ્રવકતાયાદી (સિનીયોરીટી લીસ્ટ) માં અગ્રતાક્રમે આવતા કુલ ૯પ કર્મચારીઓને સિનીયર કલાર્ક સંવર્ગ પર સાતમાં પગાર પંચ મુજબ પે મેટ્રિકસ લેવલ-૪, રૂ. રપપ૦૦-૮૧૧૦૦ ના પગાર ધોરણમાં નિર્દિષ્ટ શરતોને આધિન તેઓના નામ સામે દર્શાવેલ શાખામાં સિનીયર કલાર્ક સંવર્ગમાં બઢતી આપવાનો આથી હુકમ કરવામાં આવે છે.

આ હુકમથી વેરા વસુલાત, સામાન્ય વહીવટ, બાંધકામ, સોલીડ વેસ્ટ, ટાઉન પ્લાનીંગ, એસ્ટેટ, વર્કશોપ, સેન્ટ્રલ સ્ટોર, હિસાબી શાખા, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ, સ્નાનાગાર, સુરક્ષા શાખા, લાયબ્રેરી વિગેરે વિભાગમાં સિનિયર કલાર્ક પદે બઢતીઓ અપાઇ છે.

(4:07 pm IST)