રાજકોટ
News of Thursday, 29th October 2020

૫૪૮ સ્થળોએ મચ્છર દેખાતા નોટીસ : ૭૫ હજારનો દંડ

શહેરના વિવિધ વિસ્તારમાં મેલેરીયા વિભાગનું ચેકીંગ : મચ્છરજન્ય રોગચાળો અટકાવવા વન ડે-થ્રી-વોર્ડ અંતર્ગત ફોગીંગ : મચ્છર ઉત્પતિ સબબ ૯૬૨ સ્થળોએ તપાસ

રાજકોટ,તા. ૨૬: શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે મ્યુ.કોપોર્રશેન દ્વારા વિવિધ વિસ્તારોમાં ફોગીંગ તથા મચ્છર ઉત્પતિ  સબબ ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ચેકીંગ દરમિયાન કુલ ૯૬૨ પૈકી ૫૪૮ સ્થળોએથી મચ્છર ઉત્પતિ સબબ નોટીસ ફટકારી રૂ. ૭૫ હજારનાં દંડ વસુલવામાં આવ્યો હતો.

આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા પ્રમાણે મચ્છરજન્ય રોગ ચાળો ન ફેલાય તે માટે દરેક વોર્ડના સંવેદનશીલ વિસ્તારમાં ફોગીંગ ઝુંબેશ કરવામાં આવેલ જે અંતર્ગત  ગત ૫ખવાડીયામાં આ પ્રિમાઈસિસ ના ચેકીંગ અભિયાન દરમ્યાન હોસ્પિટલ, ભંગારના ડેલા, બાંધકામ, હોટેલ સહિત ની અલગ – અલગ ૯૬૨ પ્રિમાઇસીસોમાં મચ્છર ઉત્૫તિ સબબ ચેકીંગ કામગીરી કરવામાં આવેલ. આ કામગીરી હેઠળ ૩૪૬ રહેણાંક તથા ૨૦૨ કોર્મશીયલ સહિત ૫૪૮ પ્રિમાઇસીસમાં મચ્છરના પોરા મળી આવતા અથવા મચ્છર ઉત્પતિ થાય તેવી બેદરકારી જોવા મળતા નોટીસ આ૫વાની તથા રૂ.૭૫,૫૦૦/- નો વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ.

આ કામગીરી મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઇ કાનગડ, કમિશનરશ્રી ઉદિત અગ્રવાલ તથા આરોગ્ય સમિતિના ચેરમેન જયમીન ઠાકરની સુચના અન્વયે તથા આરોગ્ય અધિકારી ડો. એલ. ટી. વાજા, નાયબ આરોગ્ય અધિકારી પી. પી. રાઠોડ તથા બાયોલોજીસ્ટ વૈશાલી રાઠોડ ના સુ૫રવિઝન હેઠળ રાજકોટ શહેરના તમામ  ૧૮ વોર્ડમાં સંવેદનશીલ વિસ્તારોમાં વેહીકલ માઉન્ટેન ફોગીંગ મશીન દ્વારા ફોગીંગ કામગીરી કરવામાં આવેલ છે.

(4:06 pm IST)