રાજકોટ
News of Thursday, 29th October 2020

ગુલાબનગર પાસેથી દારૂની ૪૦ બોટલ સાથે એમ.પી.નો શખ્સ પકડાયો

રાજકોટ તા. ર૯ : આજીડેમ નજીક ગુલાબનગર પાસેથી આજીડેમ પોલીસે દરોડો પાડી દારૂની ૪૦ બોટલ સાથે એમ.પી.ના શખ્સની ધરપકડ કરી હતી.

મળતી વિગત મુજબ આજીડેમ પોલીસ મથકના પી.આઇ. વી.જે. ચાવડાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. આઇ.જી.જાડેજા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે ગુલાબનગર રોલેક્ષ રોડ પરથી દારૂની ૪૦ બોટલ કિંમત રૂ.૪૦૦૦ સાથે અર્જુન પ્રતાપભાઇ બામડીયા (ઉ.૩૩) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:22 pm IST)