રાજકોટ
News of Thursday, 29th October 2020

શહેરમાં સાપ્તાહીક બજાર શરૂ કરવા મ.ન.પા.ની વિચારણા

બુધવારી-મંગળવારી બજારો હવે હોકર્સ ઝોનમાં ફેરવાશે : ફેરીયાનું રજીસ્ટ્રેશન, આઇકાર્ડ અને હેલ્થ કાર્ડ ફરજીયાત અપાશેઃ માસ્ક પહેરવુ, સોશ્યલ ડિસ્ટનનું પાલન ફરજીયાત

રાજકોટ, તા. ર૮ : દિવાળીના તહેવાર નજીક આવી રહ્યા છે ત્યારે શહેરનાં વિવિધ વિસ્તારોમાં ભરતા અઠવાડિક બજારના ધંધાર્થીઓને વેપારની ફૂટ માટે તંત્ર દ્વારા વિચારણા હાથ ધરવામાં આવી રહી છે. જેના માટે ધંધાર્થીઓના ફરજીયાત રજીસ્ટ્રેશન કરી આઇકાર્ડ અને હેલ્થ કાર્ડ આપવામાં આવશે. તેમ સુત્રોમાંથી જાણવા મળ્યું હતું.

આ અંગેની માહિતી મુજબ શહેરમાં દર બુધવારે અને રવિવારે સહિતની  ભરાતી અઠવાડિક બજારોમાં કોવિડ-૧૯ના નિયમોનું પાલન થતુ નહીં હોવાથી અને મોટી ભીડ જમા થતી હોવાની ફરીયાદો બાદ મ.ન.પા.નાં જગ્યા રોકાણ વિભાગે આ બંને બજારો બંધ કરાવી દેતાં બેરોજગાર બનેલા નાના-ધંધાર્થીઓનાં દ્વારા અનેક વખત તંત્રને રજુઆત કરી અઠવાડિક બજારો ફરી શરૂ કરાવવા માંગ ઉઠાવી હતી.

આ બજારોમાં મોટી ભીડ એકત્રીત થતી હતી. માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સીંગના નિયમો જળવાતાં ન હતા. આથી કોરોનાં સંક્રમણ વધવાનો ભય સતત રહેતો હતો. ટ્રાફિક સહિતની સમસ્યાઓ સર્જાતી હતી. તંત્રએ છૂટ આપી નહી હોવા છતાં આ બજારો ભરાતી હોવાની ફરીયાદો તંત્રવાહકોને સતત મળતી રહેતી હતી. આથી જગ્યા રોકાણ વિભાગે રવિવારી અને બુધવારી બંને બજારો બંધ કરાવી દીધી હતી. જેના કારણે બેરોજગાર બનેલા નાના ધંધાર્થીઓની રોજીરોટી છીનવાઇ ગઇ હોઇ છે.  આ બંધ બજારનાં ધંધાર્થીઓએ  દ્વારા  સંબંધિત વિભાગના અધિકારીઓને રજુઆત કરી બજાર શરૂ કરવા માંગ કરવામાં આવી હતી.

દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે સાપ્તાહીક બજારના ધંધાર્થીઓની રજુઆતને ધ્યાને લઇ તંત્ર દ્વારા સાપ્તાહીક બજાર કોવીડ-૧૯ નિયમો રહ્યાનું સતાવાર સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

(3:41 pm IST)