રાજકોટ
News of Thursday, 29th September 2022

સ્‍તન કેન્‍સર વિષે જાગૃતિ લાવવા શનિવારે કેન્‍સર જાગૃતિ રેલી

રાજકોટઃ સ્‍તન કેન્‍સરએ દેશમાંસ્ત્રીઓમાં સૌથી વધારે જોવા મળતું કેન્‍સર છે. વહેલું નિદાન જીવન બચાવી શકે છે. સ્‍તન કેન્‍સર વિશે જાગૃતતા ફેલાવી સ્‍તન કેન્‍સરથી થતો મૃત્‍યુદર ઘટાડવા માટે સમગ્ર વિશ્વમાં ઓકટોબર મહિનાને ‘સ્‍તન કેન્‍સર જાગૃતિ મહિના' તરીકે ઉજવવામાં આવે છે.સ્ત્રીઓમાં સ્‍તન કેન્‍સર વિશે જાગૃતતા ફેલાવવા કુંડારિયા કેન્‍સર પ્રિવેન્‍શન ફાઉન્‍ડેશન- ડિવિઝન ઓફ રાજકોટ કેન્‍સર સોસાયટી દ્વારા ૧ લી ઓકટોબર શનિવારના રોજ કેન્‍સર જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્‍યું છે.

તા.૧ ઓકટોબર શનિવારે સવારે ૮ વાગે ઓડિટોરિયમ, શ્રી નાથાલાલ પારેખ કેન્‍સર હોસ્‍પિટલ, રાજકોટ કેન્‍સર સોસાયટી, ૧ તિરૂપતિનગર, નિર્મલા સ્‍કૂલ સામેથી રેલીનો પ્રારંભ થશે. જે નિર્મલા રોડ, કલાવડ રોડ, સ્‍વામિનારાયણ રોડ, પરત- કાલાવડ રોડ, નિર્મલા રોડ, શ્રી નાથાલાલ પારેખ કેન્‍સર હોસ્‍પિટલ ખાતે સમાપન થશે. વધુ વિગતો માટે ફોન ૦૨૮૧-૨૫૭૩૧૩૬ ઉપર સંપર્ક કરી શકાય છે.

(3:19 pm IST)