રાજકોટ
News of Saturday, 29th January 2022

મંગળવારથી રાયડા-ચણા-તુવેરની ખરીદી માટે રજીસ્‍ટ્રેશનઃ પૂરવઠા નિગમે હાથ ઉંચા કર્યાઃ હવે ગુજકોમાસોલને હવાલોઃ આજે તમામ બાબતો ફાઇનલ થશે

રાજકોટ તા. ર૯ : આગામી ૧ લી ફેબ્રુઆરી-મંગળવારથી મગફળી બાદ હવે રાયડો-ચણા-તુવેરની ટેકાના ભાવે ખરીદી સંર્દભે રજીસ્‍ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવા જઇ રહી છે, ૧ લી તારીખથી રપ સુધી આ નોંધણી ચાલશે.
દરમિયાન રાજયના પુરવઠા નિગમે આ વખતે ખરીદી-રજીસ્‍ટ્રેશન અંગે હાથ ઉંચા કરી દેતા સરકાર હવે ગુજકોમાસોલ મારફત કાર્યવાહી હાથ ધરશે. પુરવઠા નિગમના અધીકારી સુત્રોના કહેવા મુજબ અમારી પાસે સ્‍ટાફની ભારે અછત છે, અન્‍ય કામો થતા નથી, પહેલા માલનો કબજો લેવો, પછી વિતરણ કરવું, ગોડાઉનમાં મોકલવો વિગેરે જટીલ કામગીરીને કારણે આ  વખતે અને કામગીરી સંભાળનાર નથી ગયા વખતે પુરવઠા નિગમે રજીસ્‍ટ્રેશન કર્યા બાદ હાથ ઉંચા કરતા અધવચ્‍ચે ગુજકોમાસોલને કામગીરી સોંપાઇ હતી, આ વર્ષેરાજય સરકાર પ્રારંભથીજ ગુજકોમાસોલને કામગીરી સોંપે તેવી શકયતા છે, આ બાબતે ગાંધીનગરમાં આજે મીટીંગ છે, અને સાંજ સુધીમાં ફાઇનલ નિર્ણય લેવાય તેવી શકયતા છે.

 

(3:30 pm IST)