રાજકોટ
News of Saturday, 29th January 2022

કોઠારીયા રોડ પર મનપાનું બુલડોઝર ધણધણ્‍યુઃ ૧પ સ્‍થળોએ છાપરા-ઓટલાના દબાણો હટાવાયા

રાજકોટ તા. ૨૯: મહાનગરપાલિકા દ્વારા  શહેરને સ્‍માર્ટ સિટી અંતર્ગત સુંદર, રળિયામણું બનાવવા તથા ટ્રાફિક મૂવમેન્‍ટ સરળ થાય તથા રાહદારીઓને થતી મુશ્‍કેલીઓના નિવારણ માટે શહેરમાં આવેલ મુખ્‍ય ૪૮ માર્ગો પર વન વીક, વન રોડ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે.જે અન્‍વયે આજે કોઠારીયા રોડ પરનાં ૧પ સ્‍થળોએથી પાર્કિંગ તથા માર્જીનમાં થયેલ છાપરા, ઓટલાનાં દબાણો, ગેરકાયદેસર બાંધકામ દુર કરી ઇસ્‍ટ ઝોનમાં સોરઠીયા વાડી સર્કલથી કોઠારીયા ચોક સુધીનાં  જગ્‍યા ખુલ્લી કરવામાં આવ્‍યુ હતુ.
આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા પ્રમાણે શહેરમાં  ‘વન વીક, વન રોડ  અન્‍વયે આજે સુધીનાં કોમ્‍પલેક્ષો, દુકાનો વગેરે સ્‍થળોએ માર્જીન તથા પાર્કિંગમાં થયેલ દબાણો દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવ્‍યુ હતુ. જેમા રીન્‍કલકેન્‍ઝીસ્‍ટોર, જલારામ સીઝન સ્‍ટોર, જમુનસ વાસણ ભંડાર મોલી કોમ્‍પલેક્ષ, પગરવ વિનોદભાઇ શેઠ હોલની સામે, શ્રી ગણેશ સાડી સેન્‍ટર, દેવપરા શાક માર્કેટની સામે, બંસી બ્‍યુટીક જયરામ કોમ્‍પલેકસ, આંબેડકર ગેટ પાસે, ઠાકોરજી આર્કેડ, ગાયત્રી એન્‍ટરપ્રાઇઝ, રોયલ ઇલેકટ્રીક આંબેડકર ગેટની સામે, શ્રી શકિત ટી સ્‍ટોલ, ડીલકસ પાન, શ્રીજી શીતલ સ્‍ટુડીયોની બાજુમાં, મોમાઇ ડીલક્ષ પાન, ગુરૂકૃપા ભેળ હાઉસ, સત્‍યનારાયણ ટોઇસ, રાંદલ સાઇકલ સ્‍ટોર,  સહિતના સ્‍થળોએથી પાર્કિંગ- રોડને નડતરરૂપ છાપરા, ઓટલાના દબાણો દુર કરી  જગ્‍યા ખુલ્લી કરવામાં આવી હતી.

 

(3:27 pm IST)