મારી સામે કાતર મારીને કેમ જોવે છે?' કહી વિજયભાઇ સોલંકીને ઝાપટ મારી ધમકી
પેડક રોડ પર બનાવઃ અજા ઝાપડા સામે ગુન્હો
રાજકોટ તા.ર૯ : શહેરના પેડક રોડ પર 'તું મારી બધે કેમ વાતો કરે છે? અનેમારી સામે કેમ કાતર મારીને જોવે છે.' કહી ઇમીટેશનના વેપારીને રણછોડનગરના શખ્સે મારમારી ધમકી આપતા ફરીયાદ થઇ છે.મળતી વિગત મુજબ સંતકબીર રોડ પર શકિત સોસાયટી શેરી નં. ૧રમાં રહેતા વિજય અરજણભાઇ સોલંકી (ઉ.૪૪) એ બીડીવીઝન પોલીસ મથકમાં રણછોડનગર પટેલવાડીની પાછળ રહેતા ઝાપડા સામે ફરીયાદ નોંધાવી છે વિજયભાઇએ ફરીયાદમાં જણાવ્યું છે કે પોતે ભાવનગર રોડ પર 'સિયારામ જ્વેલર્સ' નામની ઇમીટેશનની દુકાન ચલાવી વેપાર કરે છે. ગઇકાલે પોતે પેડક રોડ બાલક હનુમાન મંદિર પાસે મિત્ર રવી દીપકભાઇ પડીયા (ઉ.૩૩) (રહે. બ્રાહ્મણીયાપા સોસાયટી), સાથે બેઠા હતા. ત્યારે અજા ઝાપડા ઇનલવાકારમાં આવ્યો હતો અને પોતાની પાસે આવી 'તુ મારી બધે કેમ વાતો કરે છે.? અને અવાર નવાર સામેકેમ કાતર મારી જોવે છે' તેમ કહી ગાળો આપી ઉશ્કેરાઇને ઢીકાપાટુનો મારમાર્યો હતો. દરમ્યાન મિત્ર રવીભાઇ વચ્ચે પડી પોતાને છોડાવ્યા હતા. બાદ અજા ઝાપડાએ જાનથી મારી નાખવાની ધમકી આપી જતો રહ્યો હતો. આ બનાવ અંગે બી ડીવીઝન પોલીસે તપાસ આદરી છે.