રાજકોટ
News of Saturday, 29th January 2022

૧૧ કરોડના બેંક કૌભાંડમાં આગોતરા જામીન રદ કરવાની સી.બી.આઇ અધિકારીની અરજી નામંજૂર

રાજકોટ,તા. ૨૯ : પુરા ગુજરાતમા ચર્ચાના એરણે રહેલ રાજકોટની બેંક ઓફ ઈન્ડીયા મુખ્ય શાખામા કાવતરૃ ઘડી ફોજરી કરી છેતરપીંડી તથા વિશ્વાસઘાત આચર્યાની તેમજ લાંચરૃશ્વત સહિતની કલમો હેઠળ બેંકના ડેપ્યુટી ઝોનલ મેનેજર ની સી.બી.આઈ. એ.સી.બી. કચેરી ગાંધીનગરમા નોંધાવેલ ફરીયાદના કામે આરોપી રાજ મકવાણાને સી.બી.આઈ. કોર્ટ આપેલ આગોતરા જામીન રદ કરાવવા માટે સી.બી.આઈ.અધીકારી દ્વારા સી.બી.આઈ. કોટટમાં કરેલ માંગણી અમદાવાદની સી.બી.આઈ. કોર્ટ દ્વારા નામંજુર કરતો હુકમ ફરમાવેલ છે.

બનાવની હકીકત જોઈએ તો ઞ્શ્રસ્ન ઓફ ઈન્ડીયાના ડેપ્યુટી ઝોનલ મેનેજર દિપકકુમાર બળવંતભાઈ એ સી.બી.આઈ. એ.સી.બી. પોલીસ સ્ટેશન ગાંધીનગર મુકામે તા.૦૨/૧૨/૨૦૨૦ ના એ મતલબની ફરીયાદ નોંધાવેલ કે આરોપી 'લોમ્પાયર' નામની પેઢી તથા તેમના માલીક તેમજ ઈનવર્ટ ટ્રાયંગલ પેઢી તથા તેના માલીક, હિરેન ભરતભાઈ કોટક તથા અજાણ્યા સરકારી તથા ખાનગી કર્મચારીઓ સામે ઈ.પી.કો કલમ - ૩૭૯, ૪૧૧, ૪૨૦, ૪૬૭, ૪૬૮, ૪૪૭૧ તથા એન્ટી કરપ્શનની કલમ - ૧૩ (૨), ૧૩(૧)(અ) અન્વયે ફરીયાદ નોંધાવેલ જેમા જણાવેલ કે ટેમ્પલ ટ્રી ઈન્વેસ્ટમેન્ટ પ્રા.લી. જે મુંબઈ આવેલ છે જેનુ ખાતુ ફરીયાદી બેંકમાં હોય તે કંપનીના ૩ ચેકો અજાણ્યા શખ્સોએ પ્રાપ્ત કરી આર.ટી.જી.એસ. થી લોમ્પાયર તથા ઈન્વટ ટ્રાયંગલ પેઢીઓમા તેમજ હિરેન ભરતભાઈ કોટક નામના બેનીફીસીયરીના એકાઉન્ટમા પૈસા જમા કરાવવા માટે કાર્યવાહી થયેલ જેમાથી રૃમ.૬,૦૮,૦૦,૦૦૦/- તથા રકમ રૃમ.૫,૦૯,૮૦,૦૦૦/- અનુક્રમે લોમ્પાયર તથા ઈન્વર્ટ ટ્રાયંગલ પેઢીમા ટ્રાન્સફર થયેલ બાદ રૃમ.૫,૫૦,૦૦,૦૦૦/- ના આર.ટી.જી.એસ.ની કાર્યવાહી ચાલુ હતી જે રોકી દેવામા આવતા ટ્રાન્સફર થયેલ નહી એ રીતે કુલ રકમ રૃમ.૧૧,૧૭,૮૦,૦૦૦/- સરકારી કમમચારી તથા અજાણ્યા માણસો અને બેનીફીસીયરીના અપ્રમાણીત ઈરાદાથી ટ્રાન્સફર કરાવી ખાતા ધારકને તેટલી રકમનો નુકસાન કરાવેલની ફ રીયાદમા હકીકતો જાહેર કરેલ.

ઉપરોકત પેઢીઓ પૈકી રાજકોટના રહીશ લોમ્પાયર પેઢીના માલીક રાજ નીલેશભાઈ મકવાણાએ આગોતરા જામીનપર મુકત થવા અમદાવાદની સી.બી.આઈ. કોર્ટમા કરેલ આગોતરા જામીન અરજી શરતોને આધીન મંજુ૨ કરવામા આવેલ જે શરતોનો ભંગ કરી તપાસમા સહકાર આપેલ ન હોવાની હકીકતો આગળ ધરી સી.બી.આઈ. અધીકારી દ્વારા અરજદારના જામીન રદ કરવા માટે અમદાવાદની સી.બી.આઈ. કોટમાં અરજી દાખલ કરેલ હતી.

અરજદાર આરોપી તરફેની રજુઆતો તથા રેકર્ડ પરની હકીકતો ઉપરાંત નામદાર એપેક્ષ કોટના ચુકાદાઓની હકીકતો લક્ષે લઈ અમદાવાદની સી.બી.આઈ. અદાલતે ગાંધીનગરના સી.બી.આઈ. એ.સી.બી. અધીકારીની અરજદાર રાજ મકવાણાની આગોતરા જામીન અરજીનો હુકમ રદ કરવાની માંગણી નામંજુર કરતો હુકમ ફરમાવેલ છે.ઉપરોકત કામમાં અરજદાર રાજ મકવાણા વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા, રિપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા તથા અમદાવાદના પ્રતિક જસાણી તથા મિતેષ પટેલ રોકાયેલ હતા.

(2:50 pm IST)