રાજકોટ
News of Saturday, 29th January 2022

થાનમાં અરવિંદ ખીમાણીને કુટુંબી ભાઇઓને લાકડી-ઢીકાપાટુ માર્યા

હવે મારે તમારી ગાડી નથી હંકારવી...કહેતાં ડખ્ખો

રાજકોટ તા. ૨૯: થાનગઢમાં રહેતા઼ અરવિંદ હેમુખભાઇ ખમાણી (ઉ.વ.૨૧)ને ગામની સીમમાં હતો ત્યારે તેના કુટુંબી ભાઇઓ દેવા ખીમાણી, હીરા ખીમાણી, રમેશ ખીમાણી અને માવજીએ ઝઘડો કરી  ઢીકાપાટુ અને લાકડીથી માર મારતાં થાન સારવાર લઇ રાજકોટ સિવિલમાં દાખલ થતાં ચોકીના સ્ટાફે થાનગઢ પોલીસને જાણ કરી હતી. અરવિંદ ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. તે અગાઉ તેના કુટુંબી ભાઇની ગાડીનું ડ્રાઇવીંગ કરતો હતો. પરંતુ હવે તેણે તેની ગાડી હંકારવાની ના પાડી દેતાં માથાકુટ કરી હુમલો કરવામાં આવ્યાનું જણાવાયું હતું.

(2:43 pm IST)