શાપર-વેરાવળમાં ૧૦૮ બોટલ દારૂ પકડાયોઃ બે શખ્સોનીશોધ
રાજકોટ તા. ર૮ : શાપર-વેરાવળ પોલીસે રહેણાંક મકાનમાંથી ૧૦૮ બોટલ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. દારૂનો જથ્થો મંગાવનાર બે શખ્સોની શોધખોળ હાથ ધરાઇ છ.ેશાપર-વેરાવળના પી.એસ.આઇ. એસ.જ.ે રાણા તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કો.બ્રિજરાજસિંહ જાડેજા અને પો.કો.યોગીરાજસિંહ જાડેજાને મળેલ હકિકત આધારે વેરાવળ શાંતિધામ સોસાયટીના મકાનમાં રેઇડ કરી વિદેશી દારૂની બોટલ નં.૧૦૮ કિ.૪૦,૧રપ નો જથ્થો કબ્જે કર્યો હતો જયારે દારૂનો જથ્થો મંગાવનાર ધર્મેન્દ્રસિંહ ઉર્ફે જીગો મહિપતસિંહ ચુડાસમા રે .વેરાવળ તથા મયુર ગોવિંદભાઇ ગોહેલ રે. વેરાવળ મળી ન આવતા બન્ને વિરૂધ્ધ ગૂન્હો દાખલ કરી શોધખોળ હાથ ધરાઇ છે.આ કાર્યવાહીમાં શાપર-વેરાવળ પો.સ્ટેના પો.કો. મહિપતસિંહ જાડેજા મહિલા પો.કો. આશાબેન સહિતના સ્ટાફ જોડાયો હતો.