જીવનનગરમાં ધ્વજવંદન-શૌર્ય રેલી-મસાલ સરઘસ
રાજકોટઃ ભારત જન વિજ્ઞાન જાથા અને જીવનનગર વિકાસ સમિતિ વોર્ડ નં.૧૦ જાગૃત નારિક મંડળ, મહાદેવધામ સમિતિ અને મહિલા મંડળ ઉપક્રમે પ્રજાસત્તાક પર્વ નિમિતે મહાદેવધામમાં ધ્વજવંદન સાથે રાષ્ટ્રીય એકતા રેલી, મશાલ સરઘસ, શૌર્ય ગીત, વેશભૂષા સહિત અને વેધ કાર્યક્રમો યોજાયા હતા. શહેર ભા.જ.પ.ના ઉપપ્રમુખ પરેશભાઇ હુંબલે રાષ્ટ્રધ્વજ ફરકાવતા ઉપસ્થિત સૌએ સલામી આપી હતી. સમીતીના પ્રમુખ જયંત પંડયા, ઉપપ્રમુખ મુકેશભાઇ પોપટ, વિનોદરાય ભટ્ટ, પાર્થ ગોહેલ, કેતનભાઇ મકવાણા, વિજયભાઇ જોબનપુત્રા, અંકલેશ ગોહિલ, સુનીતાબેન વ્યાસ, શોભનાબેન ભાણવડિયા, યોગીતાબેન જોબનપુત્રા, હર્ષાબેન પંડયા વકીલ, કલ્પનાબેન ભટ્ટ, વાસંતીબેન ત્રિવેદી, હંસાબેન ચુડાસમા, પ્રફુલ્લાબેન બોરીચા, ભદ્રાબેન ગોહેલ વિવિધ સ્પર્ધા અને રાષ્ટ્રીય પર્વમાં જોડાયેલા છાત્ર-છાત્રાઓને ઇનામ આપી સ્ત્કાર્યા હતા. સવારે પ્રભાત ફેરી, એકતા રેલી, શૌર્ય ગીત સ્પર્ધા, વેશભુષા સાથે અનિલ જ્ઞાન મંદિર, સ્વસ્તિક ગર્લ્સ હાઇસ્કુલના છાત્ર-છાત્રાઓએ ભાગ લીધો હતો આચાર્ય છાયાબેન દવે, ગુંજનબેન જોષી, તૃપ્તિબેન વાળા, તમામ શિક્ષિકા બહેનોએ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી