રાજકોટ
News of Friday, 27th November 2020

ઇન્ડિયન મેડીકલ એસોસીએશન ગુજરાતના રાજકોટ ઝોનના ઉપપ્રમુખપદે ડો. રશ્મી ઉપાધ્યાયની નિમણુંક

સેન્ટ્રલ અને સ્ટેટ લેવલની વિવિધ કમીટીઓમાં રાજકોટના તબીબોની વરણી

રાજકોટ તા. ૨૭ : એલોપેથીક તબીબોના સૌથી મોટા સંગઠન ઇન્ડિયન મેડીકલ એસોસીએશન ગુજરાતના રાજકોટ ઝોનના પ્રમુખપદે પડધરી -રાજકોટના ડો. રશ્મી ઉપાધ્યાયની વરણી કરવામાં આવતા ઠેરઠેરથી અભિનંદનવર્ષા થઇ રહી છે.

ગુજરાતની ટીમમાં રાજકોટના અન્ય તબીબોની પણ વિવિધ કમીટીઓમાં નિમણું કરવામાં આવી હોવાનું આઇએમએ રાજકોટના પ્રેસીડેન્ટ જય ધીરવાણી અને સેક્રેટરી ડો. રૂકેશ ઘોડાસરાની યાદીમાં જણાવાયુ છે.

ઉલ્લેખનીય છે કે ડો. રશ્મી ઉપાધ્યાય વર્ષોથી પડધરી ખાતે જનરલ પ્રેકટીશ્નર તરીકે સેવા આપતા હતા. છેલ્લા કેટલાક સમયથી રાજકોટમાં નાણાવટી ચોક પાસે તેમનું બીજુ કિલનીક શરૂ કરેલ છે. સવારે પડધરી અને સાંજે રાજકોટમાં સેવા આપે છે.

આઇએમએની સેન્ટ્રલ વર્કીંગ કમીટીમાં રાજકોટના ડો. અતુલ પંડયા, ડો. ભરત કાકડીયા, ડો. હિરેન કોઠારી, ડો. એમ. કે. કોરવાડીયાની વરણી કરાઇ છે. જયારે સ્ટેટ વર્કીંગ કમીટીમાં ડો. દિપક મહેતા, ડો. અમિત અગ્રાવત, સોશ્યલ સિકયોરીટી સ્કીમમાં ડો. અમિત હપાણી, પ્રોફેશ્નલ પ્રોટેકશન સ્કીમના ડાયરેકટર તરીકે ડો. ચેતન લાલસેતા, ઝોનલ જોઇન્ટ સેક્રેટરી તરીકે ડો. તેજસ કરમટા, હેલ્થ સ્કિમમાં ડો. કે. એમ. પટેલની વરણી કરવામાં આવેલ છે.

આ નવા વરાયેલ તમામ તબીબોને આઇ.એમ.એ. ગુજરાતના પૂર્વ પ્રમુખ અને  હાલ રાષ્ટ્રીય પ્રમુખ ડો. અતુલ પંડયા, ગુજરાતના પૂર્વ ઉપપ્રમુખ ડો. એમ. કે. કોરવાડીયા, ડો. ભરત કાકડીયા, ડો. અમિત હપાણી, ડો. હિરેન કોઠારી, આઇ.એમ.એ. રાજકોટના ઇલેકટ પ્રેસીડેન્ટ ડો. પ્રફુલ કરમટા, ડો. અમિત અગ્રાવત, એડીટર ડો. ધર્મેશ શાહ, થીમ કો-ઓર્ડીનેટર ડો. સંકલ્પ વણઝારા, પેટ્રન ડો. એસ. ટી. હેમાણી, ડો. પ્રકાશ મોઢા, ડો. ભાવિન કોઠારી, ડો. ડી. કે. શાહ, ડો. સુશીલ કારીયા, ડો. વલ્લભ કથીરીયા તેમજ વિમેન્સ વીંગના ચેર પર્સન ડો. સ્વાતિ પોપટ, સેક્રેટરી ડો. વૃન્દા અગ્રાવત ઉપરાંત અગ્રણી તબીબો ડો. કીર્તી પટેલ, ડો. સંજય ભટ્ટ, ડો. નીતિન લાલ, ડો. કાન્ત જોગાણી, ડો. ગૌરવી ધ્રુવ,  એફ.પી.એ. મેમ્બર ડો. કે.એમ. પટેલ, ડો. પંકજ મચ્છર, ડો. વસંત કાસુન્દ્રા, ડો. દીપક મહેતા સહીત તબીબી આગેવાનોએ આવકારી શુભેચ્છા પાઠવી હતી. તેમ આઇ.એમ.એ. મીડિયા કો-ઓર્ડી. વિજય મહેતાની યાદીમાં જણાવાયુ છે.

(2:50 pm IST)