રાજકોટ
News of Tuesday, 27th September 2022

રૂદ્રા ક્રેડીટ સોસાયટીના ચેક રિર્ટન કેસમાં આરોપીને છ માસની સજા

રાજકોટ તા.ર૭ : અત્રે શ્રી રૂદ્રા ક્રેડીટ કો.ઓ.સોસાયટીના ચેક રિર્ટનના કેસમાં કોર્ટ દ્વારા આરોપીને છ માસની સજા અને ચેકની રકમ વળતર તરીકે ચુકવવાનો ફરીયાદી મંડળીને હુકમ કર્યો હતો.

આ કેસની હકિકત એવી છે કે રાજકોટ પ્રસિધ્‍ધ એવી શ્રી રૂદ્રા ક્રેડીટ કો.ઓ. સોસાયટી લી. રાજકોટ શહેરમાં જરૂરીયાત મંદોને સોસાયટીના નિયમો મુજબ લોન પુરી પાડે છે કૃણાલભાઇ પરેશભાઇ પોપટએ ફરીયાદી મંડળી પાસેથી લોન મેળવેલ હતી., જેલોની રકમ ચડત થતા ફરીયાદી મંડળીના રીકવરી ઓફીસર પાર્થભાઇ હસમુખભાઇ ગોહેલ દ્વારા કોર્ટમાં લોની કૃણાલભાઇ પરેશભાઇ પોપટ વિરૂધ્‍ધ કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલ હતી  છતા કૃણાલભાઇ પરેશભાઇ પોપટએ ચેકની રકમ ચુકવેલ નહી જેથી ફરીયાદી મંડળી દ્વારા કૃણાલભાઇ પરેશભાઇ પોપટ વિરૂધ્‍ધ ચેક રિર્ટનની ફરીયાદ દાખલ કરેલ છે.

ત્‍યારબાદ ફરીયાદીના વકિલની દલીલો અને રેકર્ડ ઉપરના પુરાવા વિગતે ધ્‍યાને રાખી રાજકોટના અધીક ચીફ. જયુ. મેજીસ્‍ટેટ એ.પી.ડેરે ચુકાદો આપેલ કે ફરીયાદીએ પોતાનો કેશ નિશંક પણે સાબીત કરેલ તેથી લોની કૃણાલભાઇ પરેશભાઇ પોપટને ૬ માસની સાદી કેદની સજા તથા ચેકની રકમ ફરીયાદી મંડળીને ચુકવવા હુકમ કરેલ. ચેકની રકમ ન ચુકવે તો વધુ ર માસની સાદી કેદની સજા ભોગવવા અંગે હુકમ કરેલ છે.

આ કામમાં ફરીયાદી મંડળી વતી વકીલ અજય ચાંપાનેરી, શિવાની ચાંપાનેરી, તન્‍વ શેઠ રોકાયોલા હતા.

(4:02 pm IST)