વોર્ડ નં. ૨માં વિમાનગરમાં પેવિંગ બ્લોક કામનો પ્રારંભ
ખાતમુહૂર્ત : વોર્ડ નં. ૨માં વિમાનગર સોસાયટી ખાતે પેવિંગ બ્લોક નાખવાના કામનું ખાતમુહુર્ત રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલના હસ્તે કરાયું. વિમાનગર સોસાયટીની શેરીઓમાં રસ્તાની સાઈડના પડખામાં પેવિંગ નાખવાની કામગીરી કરવામાં આવશે. આ પ્રસંગેᅠવોર્ડ નં.૦૨ના કોર્પોરેટર તથા ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ,ᅠવોર્ડ નં. ૨ના કોર્પોરેટર તથા સ્થાયી સમિતિના સભ્ય મનીષભાઈ રાડીયા તથા જયમીનભાઇ ઠાકર તથા વોર્ડ નં. ૨ના કોર્પોરેટર મીનાબા જાડેજા વોર્ડ નં.૨ના પ્રભારી મનુભાઈ વઘાસીયાᅠવોર્ડ નં. ૨ના પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, વોર્ડ નં.૨ના મહામંત્રી દશરથભાઈ વાળા તથા ભાવેશભાઈ ટોયટાᅠશહેર ભાજપ મંત્રી દિપાબેન કાચાᅠતથા પૂર્વ કોર્પોરેટર જશુમતિબેન વસાણી, અનિલભાઈ મકવાણા,ᅠવિમાનગરના રહીશ તથા મ્યુનિસિપલ સેક્રેટરી ડો. એચ.પી. રૂપારેલીઆ તથા કોર્પોરેશનના ડે.એકઝી.એન્જી. એસ.એસ.ગુપ્તા તથા વોર્ડ અગ્રણી અજયસિંહ જાડેજા, ગુલાબસિંહ જાડેજા, કૌશીક્ભાઈ અઢિયા, જયરાજસિંહ જાડેજા, નિલેશભાઈ તરૈયા, જે.ડી.ઉપાધ્યાય, નિલેશભાઈ વ્યાસ, અતુલભાઈ નથવાણી, વિશાલભાઈ મહેતા, મહિપતસિંહ રાણા, વાલજીભાઈ શિંગાળા, રવિ રૂપારેલીઆ, માધવીબેન ઉપાધ્યાય, સીમાબેન અગ્રવાલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.