રાજકોટ
News of Saturday, 27th January 2018

રાજકોટના છોકરનો દેશભરમાં વાગ્યો ડંકો...

રાજકોટનો રચિત અગ્રવાલ PG NEETની પરીક્ષામાં દેશભરમાં આવ્યો પ્રથમ સ્થાને

રાજકોટ: મેડિકલ ક્ષેત્રે પોસ્ટગ્રેજ્યુએટ થવા માટે લેવામાં આવતી PG NEETની પરીક્ષામાં રાજકોટનો વિદ્યાર્થી રચિત અગ્રવાલ પહેલા સ્થાને આવ્યો છે. રચિત અગ્રવાલે PG NEETની પરિક્ષામાં પ્રથમ સ્થાન મેળવીને રાજકોટનું અને તેના પરિવારનું ગૌરવ વધાર્યું છે. દેશભરમાંથી 1.28 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી હતી.

રચિત અગ્રવાલ પીજી નીટની પરીક્ષામાં પ્રથમ સ્થાન પર આવતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યોં છે. રચિતે કુલ 1200 માર્ક્સમાંથી 975 માર્કસ મેળવ્યા છે. આ પરીક્ષા 7 જાન્યુઆરીના રોજ યોજાઈ હતી.

આ પ્રસંગે રચિતે જણાવ્યું હતું કે "મને જે કંઈ સફળતા મળી છે તે મારા પરિવારને કારણે મળી છે. મારા પિતા આંખના ડોક્ટર છે અને ભાઈ રેડિયોલોજીસ્ટ. ડોક્ટર બનવવાનું સપનું મને ઘરમાંથી જ મળ્યું છે.

 

(6:53 pm IST)