રાજકોટ
News of Thursday, 26th November 2020

જાહેર ક્ષેત્રની બેન્કોમાં સજ્જડ હડતાલઃ તમામ બેન્કો બહાર કર્મચારીઓ દ્વારા દેખાવો-પ્રદર્શનઃ કેન્દ્રની નીતિઓની ઝાટકણી

કેન્દ્ર સરકારની શ્રમ તથા મજદુર વિરોધી નીતિઓના વિરોધમાં આજે દેશવ્યાપી બેન્ક હડતાલને પગલે રાજકોટમાં પણ જાહેર ક્ષેત્રની તમામ બેન્કોમાં સજ્જડ હડતાલ જોવા મળી હતી. એક પણ બેન્કના દરવાજા ખૂલ્યા જ નહોતા. બેન્કોની હડતાલને કારણે કરોડો રૂપિયાના નાણાકીય કામકાજ ખોરવાય ગયા હતા. કેન્દ્રની નીતિઓ સામે કર્મચારીઓમાં જોરદાર રોષ ભભૂકી રહ્યો છે અને આજે કર્મચારીઓએ શાંતિપૂર્વક રીતે સાઈન બોર્ડ થકી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો તે તસ્વીરમાં દેખાય છે. તસ્વીરોમાં બેન્ક ઓફ બરોડા, સેન્ટ્રલ બેન્ક અને યુનિયન બેન્કની બહાર કર્મચારીઓ દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા તે નજરે પડે છે. આ વિરોધ પ્રદર્શન ગુજરાત બેન્ક વર્કર્સ યુનિયનના નેજા હેઠળ યોજવામાં આવ્યુ હતું. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:37 pm IST)