ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે પકડાયેલ આરોપીની જામીન અરજી રદ કરતી કોર્ટ
રાજકોટ તા. ર૬: તા. ૧૦-૧૧-ર૦ના રોજ કોઠારીયા સોલવન્ટ પાસે પી.જી.વી.સી.એલ.ના પાવર હાઉસ પાસે ઓરડીમાંથી ઇંગ્લીશ દારૂની બોટલ નં. ૧૩ર તથા બે લીટરના જગ ૩૬ તેમજ ચપલા નંગ ૧ર૯ સાથે પકડાયેલ આરોપી યોગેશ ઉર્ફે કાળુ લાલજીભાઇ તુંગરીયા રહે. કોઠારીયા સોલવન્ટ ત્રણ માળીયા કવાર્ટર વાળાને ડી.સી.બી. પોલીસે પકડી પાડેલ અને જેલ હવાલે રહેલ.
આરોપીએ સેસન્સ કોર્ટમાં જામીન ઉપર છુટવા જામીન અરજી કરતા સરકાર તરીકે સરકારી વકીલ હાજર થયેલ અને જમીન અરજીનો વિરોધ કરતા રજુઆત કરેલ કે આરોપી સામે સમાજ વિરોધી ગુન્હો છે. જ ો આરોપીને જામીન આપવામાં આવશે તો આવા ગુન્હા કરશે અને તેને કાયદાનો કોઇ ડર રહેશે નહીં અને આવા દારૂના વેચાણ કરી અનેક માનવ જીંદગીને બરબાદ કરશે તે રજુઆતને ધ્યાને લઇ અદાલતે આરોપીની જામીન અરજી રદ કરેલી છે.
આ કામમાં સરકાર પક્ષે ઓ.પી.પી. મુકેશભાઇ પીપળીયા રોકાયેલ હતા.