રાજકોટ
News of Thursday, 26th November 2020

એઇમ્સની ટીમ રાજકોટમાં: જોધપુર વિભાગના અધિકારીઓ સાથે મેડિકલ કોલેજમાં ડો. ગોૈરવી ધ્રુવની બેઠક

રાજકોટઃ શહેરમાં એઇમ્સ બની રહી છે ત્યારે હવે આગામી સમયમાં વર્ગો શરૂ કરવાના હોઇ તે અંગેની મહત્વની બેઠક માટે આજે એઇમ્સની ટીમ રાજકોટ આવી પહોંચી છે. આ ટીમમાં જોધપુર, અમદાવાદ સહિતના અધિકારીઓ સામેલ છે. પૂર્વ ડીન અને રાજકોટના એઇમ્સના ઓફિસર તરીકે નિમણુંક પામેલા ડો. ગોૈરવીબેન ધ્રુવ સાથે આ ટીમે આજે સવારે બર્ન્સ વોર્ડ ઉપરના ભાગે જ્યાં વર્ગો શરૂ થવાના છે ત્યાં નિરિક્ષણ કર્યુ હતું. તેમજ બાદમાં મેડિકલ કોલેજ ખાતે ખાસ બેઠક યોજી હોવાનું જાણવા મળે છે.

(11:06 am IST)