રાજકોટ
News of Tuesday, 26th September 2023

૯૮ વર્ષના પંચાલજી જનસેવામાં પ્રવૃત્ત

રાજકોટ તા. ૨૬ : સ્‍વાતંત્ર્ય સેનાની અને સાયકલ યાત્રી મનસુખભાઇ પંચાલ હાલ રાજકોટની મુલાકાતે આવ્‍યા છે.

સાયકલ ઉપર ચાર ચાર વખત ભારત ભ્રમણ કરી ચુકેલા સ્‍વાતંત્ર્ય સેનાની મનસુખભાઇ પંચાલ હાલ ૯૮ ની વયે પહોંચ્‍યા છે અને પેન્‍સન શરૂ કરવા માટે વારંવાર સરકારને અરજ કરી રહ્યા હોવા છતા બહેરા કાને અવાજ અથડાતો નથી.  ત્‍યારે પ્રશ્‍ન ઉકેલાય કે ન ઉકેલાય પરંતુ તેમની આ પેન્‍શન માટેની લડતમાં જે કોઇ તેમને સહયોગી બની રહ્યા છે તેમનો તેમણે આ તકે આભાર વ્‍યકત કરી ઋણ સ્‍વીકાર કર્યો છે.

તેમનો મુકામ આમ તો કાયમ માટે ગાંધીનગર યુથ હોસ્‍ટેલ, સેકટર નં. ૧૫ ખાતે હોય છે, પરંતુ હાલ અહીંથી વતન સરધાર જવાના છે. હવેનો સમય માત્ર જનસેવામાં ગાળવાની ઇચ્‍છા તેઓએ વ્‍યકત કરી છે.

(5:14 pm IST)