વોર્ડ નં. ૧૭માં ૧.૩૯ કરોડના ખર્ચે આરોગ્ય કેન્દ્ર બનશે : ખાતમુહુર્ત
ત્રણ માળના હરિભાઇ ધવા કેન્દ્રમાં લેબ, વેકસીન રૂમ, હોલ, મેડિકલ ઓફિસર રૂમની સુવિધા
રાજકોટ, તા. ર૬ : વોર્ડ નં. ૧૭માં ૧.૩૯ કરોડના ખર્ચે નવનિર્માણ પામનાર હરીભાઇ ધવા આરોગ્ય કેન્દ્રનું ખાતુમુર્હૂત મેયર ડો. પ્રદિપ ડવ તથા ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ નિર્માણ પામનાર આરોગ્ય કેન્દ્રમાં ગ્રાઉન્ડ ફલોરમાં એન્ટ્રન્સ કેનોપી, કેશરૂમ, લેબ, હોલ, ફાર્મસી, મેડિકલ ઓફિસર રૂમ, એએનએમ/ વેકસીન રૂમ, એટેચડ ટોયલેટ તથા ફસ્ટ ફલોરમાં એન્ટ્રન્સ કેનોપી, આરબીએસકે ડોકટર, એડમિન ઓફિસ, હોલ, લેબોરેટરી, મેડિકલ ઓફિસર રૂમ એટેચડ ટોઇલેટ તથા સેંકડ ફલોર પર મેલ વોર્ડ ફીમેલ વોર્ડ, મેલ ચેંજરૂમ, ફીમેલ ચેંજ રૂમ, નર્સિંગ કાઉન્ટર અને હોલ, એટેચડ ટોઇલેટ તેમજ થર્ડ ફલોરમાં સ્ટોર રૂમ, રૂમ, વાઇડ પેસેઝ, પેનટરી, કોન્ફરન્સ હોલ, એટેચડ ટોઇલેટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
આ પ્રસંગે વોર્ડ નં.૧૭ ના કોપોરેટર અને શાસકપક્ષ નેતા વિનુભાઇ ધવા, રવજીભાઇ મકવાણા, કીર્તિબા રાણા, વોર્ડ નં. ૧૭ના મહામંત્રી યોગેશભાઇ ભટ્ટ, જગદીશભાઇ વાઘેલા, ભાજપ અગ્રણી ગૌતમભાઇ ગોસ્વામી, જેન્તીભાઇ સરધારા, વિઠ્ઠલભાઇ પટેલ, ડો. રીંકલભાઇ મેઘાણી, રમેશભાઇ રામાણી, દિનેશભાઇ ભીમાણી, દિનેશભાઇ ગોંડલીયા, સુરૂભા ઝાલા, ધર્મેશભાઇ રાદડીયા, અશોકભાઇ પટેલ, રતિભાઇ ધવા, ભાનુ ભગત, પ્રમુખ ગીતબેન પરમાર, પ્રભારી ચંપાબેન બાલાસરા, રંભાબેન ભાલારા, કરણ ધવા, ગોરધનભાઇ લિંબાસીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.