શાપરના પારડી પાસે બાઇક પરથી પડી જતા જયોત્સનાબેને રાજકોટમાં દમ તોડયો
વૃધ્ધા પુત્રના બાઇક પાછળ બેસી ગોમટા ગામે જતા'તા
રાજકોટ તા. ર૬ :.. શાપર વેરાવળના પારડી ગામ પાસે બે દિવસ પહેલા પુત્રના બાઇક પાછળ બેસીને જતી વખતે બાઇક સ્લીપ થતા વૃધ્ધાને ઇજા થતા તેનું રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું.
મળતી વિગત મુજબ દોઢસો ફુટ રોડ પર ઉમીયા ચોક પાસે હિમાલય સોસાયટીમાં રહેતા જયોત્સનાબેન કાંતીભાઇ ભુત (ઉ.વ.૬૭) ગત તા. ર૪ ના રોજ પુત્ર સાથે બાઇક પર ગોમટા ગામે જતા હતા ત્યારે ગોંડલ રોડ પારડી ગામ નજીક સ્પીડ બ્રેકર આવતા બાઇક સ્લીપ થતા વૃધ્ધા બાઇક પરથી પડી જતા તેને માથા તથા શરીરે ઇજા થતા તેને સારવાર માટે રાજકોટની સ્ટર્લીંગ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું ગઇકાલે સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ. ઇકબાલભાઇએ પ્રાથમિક કાગળો કરી શાપર-વેરાવળ મોકલવા તજવીજ હાથ ધરી છે.