રાજકોટ
News of Thursday, 26th May 2022

માધાપર વિસ્‍તારમાં કોરોનાએ દેખા દીધી ૬ વર્ષની બાળકી પોઝીટીવ

મંગળવારે બાળકીના માતા સંક્રમિત થયા : બન્ને ઘરે સારવાર હેઠળ : બપોર સુધીમાં શુન્‍ય કેસ : કુલ કેસનો આંક ૬૩,૭૦૮ એ પહોંચ્‍યો

રાજકોટ,તા.૨૬: સમગ્ર વિશ્વમાં સવા બે વર્ષથી હાહાકાર મચાાવતા કોરોના શહેરનાં માધાપર વિસ્‍તારમાં ફરી પગ પેસારો કર્યો છે. કેમ  કે માધાપર ચોકડી વિસ્‍તારમાં ગઇકાલે ૬ વર્ષની બાળકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્‍યો છે. મંગળવારે બાળકીની માતા કોરોનાથી સંક્રમીત થયા હતા. બન્ને દર્દીઓ ઘરે સારવાર હેઠળ છે. શહેરમાં આજ બપોર સુધીમાં શુન્‍ય કેસ નોંધાયો છે.

મ્‍યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્‍યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્‍યા સુધીમાં શુન્‍ય કેસ નોંધાયો છે. શહેરમાં અત્‍યાર સુધીમાં કુલ ૬૩,૭૦૮ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ  ૬૩,૨૦૭ દર્દીઓએ કોરોનાને હરાવ્‍યો છે. ગઇકાલે કુલ ૧૪૦૦ સેમ્‍પલ લેવાયા હતા. જેમાં ૧ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૦.૦૭ ટકા થયો હતો. આજ દિન સુધીમાં ૧૮,૧૩,૬૨૫ લોકોનાં  ટેસ્‍ટ કરવામાં આવ્‍યા છે. જેમાંથી ૬૩,૭૦૮ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૩.૫૧ ટકા થયો છે. રિકવરી રેટ ૯૯.૨૧ ટકાએ પહોંચ્‍યો છે. હાલ ૨ દર્દીઓ સારવાર હેઠળ છે.

(3:11 pm IST)