રાજકોટ
News of Wednesday, 25th November 2020

કોરોના કહેર વચ્ચે પદાધિકારીઓ દ્વારા આજથી ૩ ડીસેમ્બર સુધી સતત સમીક્ષા બેઠકોનો દોર

અર્ધો દિવસ ડે.કમિશ્નર, ઇજનેરો, સેનેટરી ઇન્સ્પેકટરો, વોર્ડ ઓફિસરો મીટીંગોમાં જ રહેશે તો કોવિડની કામગીરી કયારે ?

રાજકોટ તા. રપ : શહેરમાં એક તરફ કોરોના સંક્રમણ વધ્યું છે. તેને કાબુમાં લેવુ જરૂરી છે તેવા વખતે પદાધિકારીઓ દ્વારા શહેરના પ્રાથમીક વિકાસકામો બાબતે આજથી સતત ૩ જી ડીસેમ્બર સુધી અધિકારીઓ સાથે સમીક્ષા બેઠકોનો દોર શરુ કર્યાનું જાણવા મળ્યું છે.

આ અંગે સત્તાવાર સુત્રોમાં જણાવ્યા મુજબ આજે મેયરના અધ્યક્ષ સ્થાને સેન્ટ્રલઝોનમાં વોર્ડ નં.ર થી ૧૭ ના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં મ્યુ.કમિશ્નર ઉદિત અગ્રવાલ સહીતના અધિકારીઓ ઉપસ્થિત હતા.

જયારે આવતીકાલે તા.ર૭ ના રોજ વોર્ડ નં. ૧ થી ૯ અને વેસ્ટઝોન ૧ ના રોજ ૯ વોર્ડ નં. ૧૦ થી ૧ર તેમજ તા ર ના રોજ ઇસ્ટઝોનમાં વોર્ડ નં. ૪ થી ૬ તેમજ તા.૩ ના ઇસ્ટઝોના વોર્ડ નં. ૧પ થી ૧૮ આ પ્રકારે સતત સમીક્ષા બેઠકો સવારથી બપોર સુધી યોજવાનું સમય પત્રક છે.

આ મીટીંગમાં જે તે ઝોનના ડે. કમિશ્નર, વોર્ડ પ્રભારી, ઝોનલ એન્જીનીયર સેનેટરી ઇન્સ્પેકટરો વગેરેને હાજર રહેવા જણાવાયું છે.

આ મીટીંગ તો બપોર સુધી અધિકારીઓ વ્યસ્ત રહેશે ત્યારે તેની માઠી અસર કોવિડ-૧૯ ને લગત ટેસ્ટીંગ સહીતની કામગીરી ઉપર પડવાની ભીતી અધિકારીઓ દર્શાવી રહ્યા હોવાનુ઼ જાણવા મળ્યું છે.

(4:03 pm IST)