રાજકોટ
News of Wednesday, 25th November 2020

રાતે શેરીઓ ગલીઓમાં ચેકીંગ માટે ખાસ ટીમોઃ દિવસે ખાનગી ડ્રેસમાં ચેકીંગઃ એસીપી દિયોરા

 એસીપી પી. કે. દિયોરાએ કહ્યું હતું કે કર્ફયુ ચાલુ થયો તેના બે દિવસ લોકોને સમજાવવા પડ્યા હતાં. પણ હવે લોકો સમજીને જ બહાર નીકળતાં બંધ થયા છે. આમ છતાંખોટા બહાના સાથે નીકળનારા સામે કડક કાર્યવાહી થઇ રહી છે. શેરીઓ-ગલીઓમાં પણ કોઇ કારણ વગર બહાર ન રહે તે માટે બાઇક સાથેની ટીમ ખાગી ડ્રેસમાં ચેકીંગમાં નીકળે છે. દિવસના સમયે અલગ-અલગ સ્પોટ પર  ખાનગી વાહનોમાં ટીમ નીકળશે અને માર્કેટ કે ચા-નાસ્તાના સ્ટોલ વગેરે સ્થળે માસ્ક વગરના, જાહેરમાં થુંકનારા અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરનારા સામે કડક કાર્યવાહી થશે.

(3:29 pm IST)