રાજકોટ
News of Wednesday, 25th November 2020

રિંગ રોડ -૨માં કાળીપાટથી માલીયાસણ સુધીનો રસ્તો તથા બ્રિજ માટે ૪૪ કરોડનાં ટેન્ડરો પ્રસિધ્ધ

રૂડા દ્વારા બીજા રીંગ રોડને ભાવનગર રોડ સુધી જોડવા માટે કાર્યવાહી શરૂ

રાજકોટ,તા. ૨૫: રાજકોટ શહેર પર વધતા જતા ટ્રાફિક ભારણમાં ક્રમશઃ ઘટાડો ક્રરી પરિવહન માટે શકય તેટલી સાનુકુળ પરિસ્થિતિ ઉભી કરવા રાજકોટ મહાનગરપાલિકાની માફક જ રાજકોટ શહેરી વિકાસ સત્ત્।ામંડળ (રૂડા) દ્વારા પણ રિંગ રોડ-૨ નો મહત્વપૂર્ણ પ્રોજેકટ આગળ ધપાવવામાં આવી રહયો છે. 'રૂડા' દ્વારા રાજકોટ શહેરની ફરતે આવેલ રીંગ રોડ-૨ ની ફેઝવાઇઝ કામગીરી હાથ ધરવામાં આવેલી છે. જેમાં રીંગરોડ-૨ ના ફેઝ-૪ ભાવનગર રોડ(કાળીપાટ વિલેઝ) થી અમદાવાદ રોડ(માલીયાસણ વિલેઝ) સુધીના રસ્તા તથા બ્રીજ કામનાં ટેન્ડરો 'રૂડા' ના ચેરમેનશ્રી ઉદિત અગ્રવાલ દ્વારા પસિધ્ધ કરવામાં આવેલ છે.

આ પ્રોજેકટ વિશે વાત કરતા 'રૂડા' ના ચેરમેનશ્રીએ એમ જણાવ્યું હતું કે, રિંગ રોડ-૨ ના ફેઝ-૧ મા જામનગર રોડથી કાલાવડ રોડ સુધીના ૮.૯૬ કી.મીના રસ્તાની ૩(ત્રણ) બ્રીજ સાથે ૨-માર્ગીય રસ્તાની કામગીરી પુર્ણ કરેલ છે. જયારે ફેઝ-૨મા ૧૦.૬૦ કી.મી ૨-માર્ગીય રસ્તાની કામગીરી પુર્ણ કરેલ છે, અને રસ્તાની પથરેખામાં આવેલ ૩(ત્રણ) બ્રીજ પૈકી ૨(બે) બ્રીજની કામગીરી પુર્ણ થયેલ છે અને ૧(એક) બ્રીજની કામગીરી પ્રગતિમાં છે. તેમજ ફેઝ-૩ માં ૧૦.૬૬૫ કી.મી રસ્તાની અને રસ્તાની પથરેખામાં આવેલ ૫(પાંચ) બ્રીજીસની કામગીરી પ્રગતિમાં છે.સત્ત્।ામંડળ દ્વારા બાકી રહેલ રીંગરોડ-૨ પૈકી ફેઝ-૪ એટલે કે ભાવનગર રોડ(કાળીપાટ વિલેઝ) થી અમદાવાદ રોડ(માલીયાસણ વિલેઝ) સુધીના રસ્તાની બ્રીજ સાથેની કામગીરી હાથ ધરવામા આવેલ છે. આ રસ્તાની અંદાજીત લંબાઇ ૧૦.૩ કી.મીની છે, તેમજ પહોળાઇ ૯.૨૫ મી છે. રસ્તાની પથરેખામાં કુલ ૨(બે) મેજર બ્રીજ આવેલ છે જે બ્રીજીસની કામગીરી ભવિષ્યના ટ્રાફીક ભારણને ધ્યાને લઇ ૩-માર્ગીય બનાવવાનું આયોજન છે. સદરહું રસ્તાની અંદાજીત રકમ રૂ.૩૧.૭૭ કરોડ અને ૨(બે) બ્રીજની અંદાજીત રકમ રૂ.૧૨.૬૬ કરોડ માટેની ટેકનીકલ સેન્કશન અને વહીવટી મંજુરી મેળવી ટેન્ડર પ્રસિધ્ધ કરેલ છે. જે ફાઇનલ થયે રસ્તા તેમજ બ્રીજીસની કામગીરી અંદાજીત ૧૮(અઢાર) માસમાં પુર્ણ કરવાનું કરવાનું આયોજન છે.  ઉપરોકત કામગીરી થયે સદરહું રસ્તો અમદાવાદ તથા ભાવનગર માટે બાયપાસ રસ્તા તરીકે ઉપયોગી થઇ શકશે. (૨૨.૫૦)

રાજકોટ તાલુકાના ૯પ ગામોમાં ૧ કરોડ રપ લાખના વિકાસ કામોને મંજૂરી

રાજકોટ તા. રપઃ આજે એટીવીટીની મળેલ મીટીંગમાં રાજકોટ તાલુકાના ૯પ ગામોમાં ૧ કરોડ રપ લાખના વિકાસ કામોને સીટી પ્રાંત-ર શ્રી ચરણસિંહ ગોહીલે મંજુરી આપી હતી.

આ વિકાસ કામોમાં રોડ, લાઇટ, ગટર, પાણીની પાઇપ લાઇન, સ્મશાન છાપરી, આંગણવાડી, સીમેન્ટ રોડ, જરૂર પડયે પેવર બ્લોક, સાધન સામગ્રી વિગેરેનો સમાવેશ થાય છે, આ તમામ વિકાસ કામો ત્રણ મહિનામાં પુરા કરવા પણ સુચના અપાઇ હતી.

(3:27 pm IST)