રાજકોટ
News of Wednesday, 25th November 2020

કાલે ઓચિંતો પાણી કાપઃ ત્રણ વોર્ડમાં વિતરણ બંધ

ચંદ્રેશનગર પાણીનાં ટાંકાની સફાઇ માટે વોર્ડ નં. ૮, ૧૧ અને ૧૩નાં અર્ધા વિસ્તારોમાં પાણી નહિં મળેઃ લોકોમાં કચવાટ

રાજકોટ તા. રપઃ શહેરમાં આવતીકાલે તંત્ર વાહકોએ ત્રણ ત્રણ વોર્ડમાં ઓચિંતો પાણી કાપ ઝિંકી દેતા વિસ્તારવાસીઓમાં કચવાટ ફેલાયો છે.

આ અંગે વોટર વર્કસ વિભાગની સત્તાવાર યાદીમાં જણાવાયું છે કે, આવતી કાલે તા. ર૬ ને ગુરૂવારે ચંદ્રેશનગર પાણીનાં ટાંકાની સફાઇ કરવા માટે વોર્ડ નં. ૮, ૧૧ અને ૧૩ નાં અર્ધા વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે જેની જાહેર જનતાએ નોંધ લેવી. આમ આ પ્રકારે કોઇપણ જાતનો સમય આપ્યા વગર તંત્રએ કાલે ઓચિંતો જ પાણીકાપ ઝિંકી દેતા વિસ્તારવાસીઓમાં આ બાબતે ભારે કચવાટ ફેલાયો છે.

(3:26 pm IST)