રાજકોટ
News of Sunday, 25th July 2021

રાજકોટનાં ન્યારી-1 ડેમમાં 1.66 ફુટ નવુ પાણી આવ્યુ: આવક ચાલુ

ડેમની હાલની સપાટી 17.06 ફુટે પહોંચી : કુલ સપાટી 25.20 ફુટ છે

રાજકોટ: શહેરની ભાગોળે કાલાવડ રોડ પર આવેલ ન્યારી-1 ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે  

 ડેમમાં 93 MCFT પાણી આવતા 1.66 ફુટની આવક થતા હાલની સપાટી 17.06 ફુટે પહોંચી છે. આવક હજુ ચાલુ છે. 

જયારે આજી-1 ડેમમાં માત્ર 5 થી 7  mcft વરસાદી પાણીની આવક થવા પામી છે.

(6:54 pm IST)