રાજકોટ
News of Wednesday, 25th May 2022

શહેરમાં વધુ ૫ મકાન ધારકો ડાયરેકટર પમ્‍પીંગમાં ઝડપાયા : ૧૧૭૨ ઘરનું ચેકીંગ

 રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાણીના નળમાં ઇલેક્‍ટ્રિક  મોટર મૂકતા કે અન્‍ય કોઈ અનઅધિકળત રીતે ડાયરેકટ  પંપિંગ કરતા લોકો સામે પગલાં લેવા તેમજ શહેરમાં પીવાના પાણીમાં અન્‍ય સોર્સમાથી ભળતું ગંદુ પાણી કે ઓછા ફોર્સથી નળમાં પાણી આવવાની ફરિયાદોના નિકાલ અર્થે સ્‍થળ ચકાસણીની ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે. જેમાં તા. ૨૪ના  રોજ શહેરમાં ૧૧૭૨ ઘરોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ડાયરેક્‍ટ પમ્‍પીંગ કરતા કુલ ૦૫ કિસ્‍સાઓ મળેલ હતા. ૦૩ આસામીઓને નોટીસ અને ૦૧ આસામીઓની ઇલેક્‍ટ્રિક મોટર જપ્ત કરવામાં આવી હતી. ડાયરેક્‍ટ પમ્‍પીંગ અને ફળિયા ધોવા બાબતે રૂ. ૬,૫૦૦નો દંડ   વસુલ કરવામાં આવ્‍યો હતો.

(4:50 pm IST)