રાજકોટ
News of Wednesday, 25th May 2022

વિદેશી દારૂના ગુનામાં બે માસથી ફરારમહેબુબ ડોડેરા જંગલેશ્વરમાંથી પકડાયો

ભકિતનગર પોલીસે દબોચ્‍યોઃ અગાઉ દારૂ અને જૂગારના ચાર કેસમાં સંડોવણી

રાજકોટ તા. રપ :.. શહેરના ભકિતનગર પોલીસે કબ્‍જે કરેલ ૭૦ પેટી વિદેશી દારૂના ગુનામાં ફરાર શખ્‍સને ભકિતનગર પોલીસે જંગલેશ્વરમાંથી પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ ભકિતનગર પોલીસે કબ્‍જે કરેલ ૭૦ પેટી દારૂના ગુનામાં સામેલ શખ્‍સ જંગલેશ્વર વિસ્‍તારમાં હોવાની કો. વાલજીભાઇ જાડા અને વિશાલભાઇ દવેને બાતમી મળતા જંગલેશ્વર શેરી નં. ૩૧ માંથી મહેબુબ રફીકભાઇ ડોડેરા (ઉ.વ.ર૪) (રહે. જંગલેશ્વર શેરી નં. ૩૧) ને પકડી લીધો હતો. મહેબુબ છેલ્લા બે માસથી નાસતો ફરતો હતો. તે અગાઉ ક્રાઇમ બ્રાંચ અને આજી ડેમ પોલીસ મથકમાં દારૂના અને ભકિતનગર પોલીસ મથકમાં જૂગારના ગુનામાં પકડાઇ ચૂકયો છે. અને ગોંડલ તાલુકા પોલીસ મથકનાં નોંધાયેલ દારૂના ગુનામાં ફરાર હતો. આ કામગીરી પીઆઇ એલ. એલ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એચ. એન. રાયજાદા સહિતના સ્‍ટાફ દ્વારા કરવામાં આવી હતી.

(3:27 pm IST)